ગુજરાતમાં પડેલા સાર્વત્રિક વરસાદથી 101 ડેમો છલોછલ, 18 ડેમ પર એલર્ટ

Google+ Pinterest LinkedIn Tumblr +

ગુજરાતમાં હાલ મેઘાની તોફાની બેટિંગ શરૂ છે ક્યાંક વતે ઓછે અંશે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં રવિવાર સુધીમાં સિઝનનો ૮૮૨.૨૮ મી.મી. એટલે કે ૧૦૮.૧૨ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદની આ બેટિંગ વચ્ચે ગુજરાતના ૨૦૪ ડેમોમાંથી ૧૦૧ ડેમોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. બે જ દિવસમાં વધુ ૧૪ ડેમોને હાઈએલર્ટ પર મુકાયા છે. આ ડેમોમાં ૯૦ ટકા કરતાં વધુ પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે જ્યારે ૧૮ ડેમોમાં ૮૦થી ૯૦ ટકા વચ્ચે પાણી હોવાથી એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

રાજ્યના જળ સંપત્તિ વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે રવિવાર સુધીમાં ૨૦૪ ડેમોમાં ૮૦.૯૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે, જેમાં સૌથી વધુ પાણી મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૯૬.૧૧ ટકા પાણી સંગ્રહ થયો છે. એ જ રીતે દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૮૭.૨૨ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. વરસાદ પહેલાં કચ્છ અને સૌરાષ્ટ્રના ડેમો સુકાભઠ્ઠ હતા, પરંતુ સારા વરસાદના કારણે અહીંના ડેમો છલકાયા છે.

કચ્છના ૨૦ ડેમોમાં ૭૪.૧૬ ટકા પાણી તો સૌરાષ્ટ્રના ૧૩૯ ડેમોમાં ૭૨.૧૩ ટકા પાણીનો જથ્થો છે. આ ૧૩૯ ડેમોમાંથી ૪૧ ડેમો સંપૂર્ણ છલકાયા છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં હજુ જોઈએ તેવી ખાસ પાણીની આવક થઈ નથી, અહીંના ડેમોમાં ૪૭.૧૮ ટકા પાણી સંગ્રહ થયો છે, ૧૫માંથી માત્ર ૨ ડેમો છલોછલ થયા છે.

 

Share.

Leave A Reply