ગણેશ વિસર્જન વખતે અહીં વહેંચાયો ૧૭ લાખનો લાડુ

Google+ Pinterest LinkedIn Tumblr +

હૈદરાબાદમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક ખાસ આકર્ષણ જોવા મળ્યું. હૈદરાબાદના બાલાપુરમાં એક વિશાળ લાડુની હરાજી કરવામાં આવી અને આ વર્ષે લાડુ રૂપિયા ૧૭.૬ લાખમાં વેચાયો.

બાલાપુરનો પ્રખ્યાત ગણેશ લાડુ હરાજી માટે રાખવામાં આવ્યો હતો. ૨૧ કિલોગ્રામના આ લાડુ પર સોનાની પરત (રજ) જોવા મળે છે. તેની દર વર્ષે વિસર્જન પહેલા હરાજી કરવામાં આવે છે. ગત વર્ષે લાડુની હરાજી ૧૬.૬૦ લાખ રૂપિયામાં થઈ હતી. આ વર્ષે હરાજી માટે આસપાસના વિસ્તારમાંથી લોકો આવ્યા હતા.

લાડુ હરાજીમાં બાલાપુરના કોલાન રામ રેડ્ડીના ફાળે ગયો. તેમનો પરિવાર અગાઉ પણ આ લાડુની હરાજીમાં ભાગ લઈ ચૂકયો છે. તેઓને ચાંદીની થાળીમાં આ લાડુ આપવામાં આવ્યો. તેમણે સન્માનપૂર્વક આ લાડુને તેમના મસ્તક પર રાખ્યો. જયારે, હૈદરાબાદના ખૈરતાબાદમાં વિસર્જન માટે નીકળેલી ગણેશ ભગવાનની મૂર્તિને વિદાય આપવા માટે ભકતો ઉમટી પડયો.

Share.

Leave A Reply