સેવા કાર્યો માટે તત્પર રહે છે જૈકલીન ફર્નાન્ડીઝ

Google+ Pinterest LinkedIn Tumblr +

બોલીવૂડમાં આવેલી શ્રીલંકન સુંદરી જૈકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મિડીયા પર સક્રિય રહેવા ઉપરાંત સામાજીક કાર્યોમાં પણ સતત સક્રિય છે. સોશિયલ મિડીયા થકી જૈકલીન પોતાના ચાહકો સાથે સંપર્કમાં રહેવા ઉપરાંત સામાજીક કાર્યોમાં પણ તે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરે છે.

આ અભિનેત્રી સમુદ્રી સંરક્ષણ, પશુ કલ્યાણ સહિતના અનેક કાર્યોને સમર્થન આપે છે અને તેના માટેના ચેરિટી ટ્રસ્ટો સાથે જોડાયેલી પણ છે. થોડા દિવસ પહેલા જ તે એક મોટી કોસ્મેટિક બ્રાન્ડ સાથે જોડાઇ છે. કોમર્શિયલ દુનિયામાં પણ જૈકલીનનું મોટુ નામ છે.

જૈકલીન કિક-૨ અને સાજીદ નડિયાદવાલાની એક ફિલ્મમાં પણ જોવા મળવાની છે. 2009થી 2018 સુધીમાં જૈકલીને બોલીવૂડમાં વીસ જેટલી ફિલ્મો કરી છે. ટીવી શો ઝલક દિખલા જા-9માં પણ તેણે ભાગ લીધો હતો.

Share.

Leave A Reply