આઝમ ખાનની મુશીબતમાં વધારો, લાગી શકે છે 354ની કલમ

Google+ Pinterest LinkedIn Tumblr +

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને જયાપ્રદા વિશે ગંદી ભાષાનો ઉપયોગ કર્યા હતો, તમને જણાવી દઇએ કે આઝમ ખાન સમાજવાદી પાર્ટીના નેતા છે જ્યારે જયાપ્રદા ભાજપના નેતા છે અને રામપુર સીટ પરથી બન્ને ચૂંટણી લડિ રહ્યા છે ત્યારે ચૂંટણીમાં આરોપો તો લગાવવાામાં આવે છે પણ જયાપ્રદા પર આરોપ લગાવવામાં આઝમ ખાન પોતાનુ ભાન ભૂલી ગયા અને જયાપ્રદા વિશે ગંદી વાત બોલી ગયા.

ત્યારે જયાપ્રદાએ આઝમ ખાન વિરૂધ્ધ કેશ નોધાવ્યો છે, આઝમ ખાનના નિવેદન પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે, મહિલા આયોગે પણ આઝમ ખાન વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે, જો આઝમ ખાન દોષીત સાબિત થશે તો IPC કલમ 354 મુજબ ખાન પર કાર્યવાહી કરવામાં આવશે.

કલમ 354 પ્રમાણે જો કોઇ પણ મહિલાને તેની ઇચ્છા વિરૂધ્ધ તેને સ્પર્સ કરવો, જ્યાં સ્ત્રીની મર્યાદા અને માન સન્માનને ઠેસ પહોંચાડવા માટે વિવાદિત ટીપ્પણી કરવામાં આવે અથવા તેમના પર જબરજસ્તી કરવામાં આવે તો આ કલમ લાગી શકે છે અને જો આરોપ સાબીત થયો તો આઝમ ખાનને 2 વર્ષની સજા પણ થઇ શકે છે.

Share.

Leave A Reply