જમ્મુ કાશ્મીર : એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર, એક જીવતો પકડાયો

Google+ Pinterest LinkedIn Tumblr +

જમ્મુ-કાશ્મીરના શોપિયાં અને હંદવારા એમ બે સ્થાને સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં પાંચ ત્રાસવાદી ઠાર મરાયા છે. બીજી બાજુ અનંતનાગમાં આર્મી અને પોલીસને એક સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. આતંક પ્રભાવિત જિલ્લામાં બીજબહેડા ખાતેથી હિઝબુલ મુજાહિદ્દીનનો ખતરનાક આતંકી રમીઝ અહમદ ડારને જીવતો પકડવામાં આવ્યો છે.

પોલીસે મોટા જથ્થામાં હથિયારો અને અન્ય સામગ્રી જપ્ત કર્યા છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષથી તે હિઝબુલ અને અલ બદ્ર નામના આતંકી સંગઠન માટે કામ કરતો હોવાનું મનાય છે. શોપિયાં જિલ્લાના કેલ્લાર વિસ્તારમાં સીઆરપીએફ અને સૈન્યની સંયુક્ત ટુકડી પર પરોઢિયે ત્રાસવાદીઓએ હુમલો કરતાં સર્જાયેલી અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તોઈબા સંગઠનના ત્રણ ત્રાસવાદી ઠાર મરાયા હતા.

Share.

Leave A Reply