કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો

Google+ Pinterest LinkedIn Tumblr +

ભુજકચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. સવારે 9.15 વાગ્યે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા 3.8 રિક્ટર સ્કેલ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 9 કિલોમીટરથી નોર્થ-ઇસ્ટ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ નોંધવામાં આવી રહ્યા છે.

અગાઉ 20 ડિસેમ્બરે ભચાઉ નજીક 3.2 ની તીવ્રતાનો ભૂકંપની આંચકો નોંધાયો હતો . ભૂકંપની કેન્દ્ર બિંદુ રાપર અને ભચાઉ હતું. રાત્રે ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભચાઉથી 21 કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો.

Share.

Leave A Reply