ગુજરાતમાં ભાજપે વધુ 4 ઉમેદવારોના નામ કર્યા જાહેર

Google+ Pinterest LinkedIn Tumblr +

ભાજપે અત્યાર સુધી 3 યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણી ગુજરાતના વધુ ચાર નામની જાહેરાત કરી છે.

ભાજપ તરફથી આજે આણંદ, પાટણ, જૂનાગઢ અને છોટા ઉદેપુર બેઠક માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. બીજેપીએ જૂનાગઢ બેઠક પરથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપી છે. સાથે જ તાલાળા પેટા-ચૂંટણી માટે બીજેપીએ જસા બારડને ટિકિટ આપી છે.

આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ ધારાસભ્ય પદે ગેરલાયક ઠરતા ચૂંટણી યોજાઈ રહી છે. તાલાળા બેઠક પર લોકસભાની સાથે જ ચૂંટણી યોજાશે.

આણંદ લોકસભામાં BJPના ઉમેદવાર તરીકે મિતેશ પટેલ આપતા આણંદથી દિલીપ પટેલનું પત્તું કપાયું છે. ભરતસિંહ ડાભી પાટણ લોકસભાના BJPના ઉમેદવાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ત્યારથી પાટણથી લીલાધર વાઘેલાનું પત્તું કપાયું છે. જૂનાગઢથી BJPના રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે, BJPમાં છોટા ઉદેપુર બેઠક પર ગીતાબેન રાઠવાને ટિકિટ આપવામાં આવે છે. છોટા ઉદેપુરથી રામસિંહ રાઠવાનું પત્તું કપાયું છે. તાલાલા પેટાચૂંટણીમાં BJPના જશાભાઈ બારડને ટિકિટ આપવામાં આવી છે.

Share.

Leave A Reply