હવે પેટની ચરબી ઘટાડતી ગોળીની શોધ, આવતા વર્ષ કરી શકશો ઉપયોગ

Google+ Pinterest LinkedIn Tumblr +

સંશોધનકારોએ એક એવી જાદુઈ ગોળીની શોધ કરી છે જે ખાવાથી સરળતાથી વજન ઘટાડી શકાશે. આ જાદુઈ ગોળી ભોજન પહેલા લેવાની હોય છે. આ ગોળી પેટમાં જઈને ફુલીને બમણી થઈ જાય છે અને આનાથી વજન ઘટાડવાની સંભાવના વધી જાય છે.

ભોજનના 20 મીનીટ પહેલા લેવાતી આ ગોળી પેટમાં જઈને ફુલી જાય છે અને વ્યકિતને ઘણા લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. આ ગોળી પેટમાં જઈને પાણી સોસી લે છે અને ફુલી જાય છે. સંશોધનકારોનો દાવો છે કે આ દવા આવતા વર્ષથી દવાની દુકાનોમાં મળવા લાગશે.

સંશોધનકારોએ સામાન્ય આહાર લેતા 223 લોકોના બપોરના ભોજન અને રાતના ખાવાના પહેલા 3 ગોળીઓ ખાવાનું કહ્યુ હતુ. તેઓએ જાણ્યુ કે બેકાર ખાંડની ગોળી એટલે કે સુગર પીલ્સ ખાઈ રહેલા લોકોની તુલનામા દુબડા થવાની ગોળી ખાનાર લોકોમાં વજન ઘટવાની સંભાવના ૫ ટકા વધી ગઈ છે. આ ગોળીની અસર 59 ટકા લોકો પર થઈ. જેમનુ વજન 10 કિલો સુધી ઘટી ગયુ અને તેમની કમરનો આકાર બે સાઈઝ જેટલો ઘટી ગયો.

યુરોપીયન એસો. ફોર ધ સ્ટડી ઓફ ઓબેસીટીના ડોકટર નતાલીયાએ કહ્યુ છે કે આ ગોળી સ્થુળતા ધરાવતા લાખો લોકો માટે વરદાન સ્વરૂપ છે. જે તમને લાંબા સમય સુધી ભેટ ભરેલુ રાખે છે અને ભૂખ પણ નથી લાગતી. જે બાળકો નાસ્તો નથી કરતા અને પછી વધુ લંચ અને ડીનર લે છે તેમનામા સ્થુળતાનો ખતરો રહે છે.

જે બાળકોએ ચાર વર્ષની ઉંમરમા લંચ અને ડીનરમાં કે પછી સાંજે વધુ કેલેરીવાળુ ભોજન લીધુ હોય તેમનામા 7 વર્ષમાં જ જાડા થવાના સંકેતો મળ્યા હતા.

Share.

Leave A Reply