ઇરાનમાં આવ્યો ભયંકર ભૂકંપ, 500થી વધુ લોકો ઘાયલ

Google+ Pinterest LinkedIn Tumblr +

ઇરાનની ઇરાક સાથે જોડાયેલી પશ્ચિમી સરહદની નજીક રવિવારે રાત્રે ભયંકર ભૂકંપના ઝાટકા આવ્યા હતા. આ ભુકંપમાં 500થી વધારે લોકો ઘાયલ થયા છે. ઇરાનની ઇમરજન્સી સર્વિસીસના પ્રમુખના જણાવ્યું હતુ કે આ ભૂકંપથી મોટી નુકસાનીની આશંકા છે. ભુકંપના ભયથી લોકો ઘરની બહાર દોડી જતા જાનહાની ના કોઇ રિપોર્ટ હજુ મળ્યા નથી.

અમેરિકન ભૂગર્ભીય સર્વેક્ષણના મતે 6.3ની તીવ્રતાનો આ ભૂકંપ કેરમનશાહ પ્રાંતના સરપોલ-એ-જહાબ વિસ્તારમાં આવ્યો. તેનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે હતું. જો કે ઇરાન ટીવી તેની ઊંડાઈ પાંચ કિલોમીટર બતાવે છે. ઇરાનના 7 પ્રાંતોમાં તેની અસર મહેસૂસ કરાઇ છે.

ઉલ્લેખનિય છેકે આ વિસ્તારમાં નવેમ્બર 2017ના ભૂકંપમાં 600થી વધુ લોકોના મોત થયા હતા.

Share.

Leave A Reply