લો બોલો!!! હવે પુરૂષો પણ પહેરે છે મંગલસૂત્ર

Google+ Pinterest LinkedIn Tumblr +

કર્ણાટકના વિજાપુર ખાતે લગ્નવિધિ પ્રસંગે વર અને વધૂ, બન્નેએ એકમેકને મંગળસૂત્ર પહેરાવ્યું હોવાની અભૂતપૂર્વ ઘટના બની હતી. આવું એક વર-વધૂની જોડીએ નહીં, પણ બે જોડીએ કરીને નવો ચીલો પાડ્યો હતો.

આ બનાવ સ્ત્રી-પુરુષ એકસમાન હોવાનું ઉત્ત્।મ પ્રતીક હોવાની પ્રતિક્રિયા વ્યકત થઈ રહી છે. કહેવાય છેને કે ‘સમય બદલાઈ રહ્યો છે.’ આ વાતાવરણમાં વિજાપુરના બે વર અને બે વધૂએ પરંપરા છોડીને નવી પ્રથા શરૂ કરી હતી. બન્ને વધૂઓ અને બન્ને વર અલગ-અલગ જાતિના હતા.

તેમણે તેમની લગ્નવિધિ માટે ‘શુભ મુહૂર્ત’ જેવું કંઈ પસંદ કર્યું જ નહોતું. આ પ્રસંગે પ્રિયા સાથે અમિત અને અંકિતા સાથે પ્રભુરાજ લગ્નગ્રંથિથી જોડાયો હતો અને પોતાની નવવધૂના હાથે મંગળસૂત્ર ધારણ કર્યું હતું. બન્ને યુગલ સ્ત્રી-પુરુષની સમાનતામાં માને છે અને પોતાની આ અનોખી લગ્નવિધિ મારફત સમગ્ર સમાજને આ સંદેશ મોકલવા માગે છે.

Share.

Leave A Reply