ફળોનો રાજા કેરીમાં છે અઢળક પૌષ્ટિક ગુણ

Google+ Pinterest LinkedIn Tumblr +

કેરીને ભારતમાં ફળોનો રાજા કહેવામાં આવે છે. ભારતના સ્વાદિષ્ટ રસીલા ફળોમાંથીઆ પૌષ્ટિક ફળ ખુબ જ ફાયદાકારક છે. પાકી કેરી માંથી લોકો મેંગો શેક, આઈસ્ક્રીમ, જામ, જેલી અને અન્ય વ્યંજનો બનાવે છે. કેરીમાં જીંક, પોટેશિયમ, કોપર, સેલેનીયમ વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે.

* કેરીમાં ફાઈબર અને વિટામીન-સી યોગ્ય માત્રામાં હોય છે. આ ગ્રંથીમાં થતા કેન્સરથી પણ બચાવે છે.

* દુધમાં કેરીનો રસ મેળવીને પીવાથી શરીરની દુર્બળતા દુર થાય છે.

* એક ગ્લાસ દુધ તથા એક કપ કેરીના રસમાં એક ચમચી મધ નાખીને સવારે-સાંજે પીવાથી લોહિની કમી દુર થાય છે.

* કેરીમાં વિટામીન-એ ભરપૂર માત્રામાં હોય છે. જે આંખો માટે વરદાન રૂપ સાબિત થાય છે. આનાથી આંખોની રોશની વધે છે. પાકી કેરીમાં ઘણા બધા ઈન્ઝાઈમ્સ હોય છે, ે પ્રોટીન તોડવાનું કામ કરે છે. આનાથી ભોજન સરળતાથી અને જલ્દીથી ડાયજેસ્ટ થઈ જાય છે.

* કેરી ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. ઘણા રીસર્ચમાં એ સાબિત થઈ ચુકયું છે કે કેરી ગરમીમાં થતા સ્ટ્રોકના જોખમથી બચાવે છે. આ ઉપરાંત આયુર્વેદમાં પણ આને તડકાના પ્રભાવથી બચાવતું ફળ કહેવાયું છે.

Share.

Leave A Reply