મેરઠમાં રસ્તા પર નમાજ પઢવા પર પ્રતિબંધ

Google+ Pinterest LinkedIn Tumblr +

ઉત્તર પ્રદેશના મેરઠમાં હવે રોડ પર નમાજ નહીં પઢવામાં આવે. પ્રસાશને મેરઠના રોડ પર નમાજ પઢવા પર પ્રતિબંધ મુકી દીધો છે. અત્યાર સુધી શુક્રવારે રોડ પર નમાજ પઢવામાં આવતી હતી. જેના લીધે રોડ પર જામ લાગી જતો હતો. મેરઠના એસએસપી અજય સાહનીએ આદેશ બહાર પાડીને કહ્યુ કે હવેથી જીલ્લામાં રોડ પર નમાજ નહીં પઢી શકાય.

માહિતી મુજબ આ મુદ્દે એસએસપીએ શહેરની બધી મસ્જીદો અને શહેર કાઝી સાથે મીટીંગ કરી હતી. એસએસપીના જણાવ્યા અનુસાર રોડ પર નમાજ ન પઢવા બાબતે બધા લોકો સંમત થઈ ગયા છે. હવે આ બાબતે કોઈ અસમંજસ નથી. જો કે બકરી ઈદના દિવસે નમાજ પઢવાની છૂટ અપાઈ છે. એટલે કે ફકત બકરી ઈદના દિવસે જ રોડ પર નમાજ પઢી શકાશે.

Share.

Leave A Reply