મોદીએ બધાના શ્વાસ અધ્ધર કર્યા બાદ કરી આ જાહેરાત

Google+ Pinterest LinkedIn Tumblr +

મોદીએ આજે સવારે ટ્વીટર પર મેસેજ આપ્યો હતો કે તે દેશવાસીઓ સાથે 11: 45થી 12: 00 વાગ્યે બપોરે એક ખાસ જાહેરાત કરશે આ વાતથી દરેક ભારતીયનું કુતુહલ વધી ગયું હતું. લોકો જાતજાતની ધારણા બાધવા લાગ્યા હતા. મોદીની અચાનકની આ ટ્વીટથી હવે શું નવી જાહેરાત કરવાના હશે તે વાતે થોડીવાર તો વેગ પકડ્યો હતો. દરેકની કુતૂહલનો અંત આપતા મોદીએ દેશવાસીઓને જણાવ્યું કે ભારતે અંતરિક્ષમાં મોટી સિધ્ધી હાંસલ કરીને લો અર્થ ઓર્બિટમાં એક સેટેલાઇનનો ખુરદો બોલાવી દેવામાં આવ્યો છે.

અંતરીક્ષમાં 300 કિ.મી.ના અંતરે સેટેલાઇનને તોડી પાડવાના આ અભિયાનને મિશન શકિત નામ આપવામાં આવ્યું હતું. આ અભિયાનની સફળતાની સાથે જ ભારત વિશ્વમાં ચોથો અંતરિક્ષ મહાશકિત બની ગયો છે. જેથી પાસે અંતરીક્ષમાં પણ યુધ્ધક ક્ષમતા છે. સંપૂર્ણ અભિયાનની જાણકારી આપીને પીએમ નરેન્દ્રમોદીએ કહ્યું, થોડાક જ સમય પહેલા ભારતે એક અભૂતપૂર્વ સિધ્ધી પ્રાપ્ત કરી છે. ભારતે વિશ્વમાં અંતરિક્ષ મહાશકિત તરીકે નામ નોંધાવી દિધું છે.

અત્યાર સુધીમાં અમેરિકા, રશિયા અને ચીને પણ આ ઉપલબ્ધી હાંસલ કરી છે હવે ભારત આ સિધ્ધી પ્રાપ્ત કરનાર ચોથો દેશ છે. દેશ માટે આજે ગૌરવનો દિવસ છે આ ઐતિહાસિક સિધ્ધી ભારતમાં જ તૈયાર એ-સેટ મિસાઇલ દ્વારા હાંસલ કરવામા આવી છે. હું આ મિશન સાથે જોડાયેલા દરેક વૈજ્ઞાનિકોને અભિનંદન આપું છું.

Share.

Leave A Reply