બાયોપિક બાદ હવે ‘મોદી’ ની આવશે વેબ સિરીઝ

Google+ Pinterest LinkedIn Tumblr +

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બાયોપિક ખૂબ ચર્ચામાં છે. જેમાં વિવેક ઓબેરૉય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.ત્યારે ડિઝિટલ પ્લેટફોર્મ ઈરોસ નાઉની વેબ સિરીઝમાં PM મોદીની કહાની જોવા મળશે. જેનું ફર્સ્ટ લુક પોસ્ટર સામે આવી ચૂક્યું છે.

‘મોદી’ ટાઈટલથી બની રહેલા 10 એપિસોડની આ વેબ સિરીઝને ડિઝિટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉ અને બેંચમાર્ક પિક્ચર્સના ઉમેશ શુક્લા અને આશિષ વાઘ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ વેબ સિરીઝમાં વડાપ્રધાન મોદીનું પાત્ર મહેશ ઠાકોર ભજવશે. ઉમેશ શુક્લાના નિર્દેશનમાં બનેલી આ વેબ સિરીઝનું ફર્સ્ટ સુક પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે.

ડિઝિટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉના ટ્વીટર હેંડલ પર પોસ્ટર શેર કરતા લખ્યું કે, ‘સામાન્ય માણસથી PM સુધી, નેતા મોદીને જાણો છો, પરંતુ શું તમે તે માણસને જાણો છો? #ErosNow ભારતના PM પર સોથી વધારે માંગ ધરાવતી બાયોપિક #Modiની જાહેરાત કરી છે. @Umeshkshukla દ્વારા નિર્દેશિત મોદીના જીવનની અનકહી કહાનીની સાક્ષી બનનાર આ વેબ સીરિઝ એપ્રિલમાં રીલિઝ થશે.’

Share.

Leave A Reply