આ ઘરેલુ નુશખાથી મેળવો ચમકીલી સ્કીન

Google+ Pinterest LinkedIn Tumblr +

જો તમારી પાસે થોડો સમય હોય તો આ પ્રકૃતિક બ્લીચને ઘરે જ તૈયાર કરવું, કારણકે આની કોઈ સાઈડ ઈફકટસ નથી અને ત્વચા માટે સારૂ છે.

દહિં :
ન્હાતા પહેલા થોડું દહિં ચહેરા અને ગરદન પર રગડવું આનાથી મૃત સ્કીન નાશ પમશે અને ગંદગી પણ દુર થશે.

લીંબું :
લીંબું અને દહિંના મિશ્રણથી ત્વચામાં કુદરતી નિખાર આવે છે આ મિશ્રણને ત્વચા પર લગાવો તથા સૂકાઈ પછી ધોઈ લેવું. આ મિશ્રણ તમે દિવસમાં એક વાર લગાવી શકો છો. જેનાથી ત્વચા અંદરથી સાફ થઈ જશે

નારંગી :
નારંગીની છાલને તડકામાં સુકવવીને મિકસરમાં ગ્રાઇન્ડ કરી નાખવું. હવે આ પાવડરમાં થોડી મલાઈ નાખીને પેસ્ટ બનાવો. આને ચહેરા અને ગરદન પર 10 મિનીટ સુધી લગાવવું.

પપૈયુ :
પપૈયામાં ‘પોષ્ટીન’ નામનું અન્ઝાઈમ તત્વ મળે છે, જે ચહેરાની ત્વચાને ગોરી કરવામાં મદદરૂપ થાય છે. કાચા પપૈયાને મસળીને ચહેરા પર 15 થી 20 સુધી લગાવી રાખો. ત્યારબાદ ચહેરાને વોશ કરી લેવો. આમ કરવાથી તમને તમારો ચહેરો પહેલા કરતા વધારે સારો લાગશે.

મધ :
લીંબુનો રસ, મિલ્ક પાવડર અને મધને ભેગું કરો. બરાબર હલાવ્યા બાદ તે તમારી ત્વચા પર લગાવીને 20-25 મિનિટ રહેવા દો પછી પાણીથી ધોઈ દેવું. આ મિશ્રણથી ત્વચામાં ચમક આવી જશે.

Share.

Leave A Reply