કડવા લીમડામાં છે સ્વાસ્થ્યના મીઠા ગુણ

Google+ Pinterest LinkedIn Tumblr +

લીમડાનું નામ સાંભળતા જ લોકોને તેના કડવા રસની અનુભૂતી થવા લાગે છે, આ કડવા રસ પાછળ સ્વાસ્થ્યના અઢળક લાભ છુપાયેલા છે જે ઘણા લોકો નહી જાણતા હોય, આજે અમે તમને લીમડાના પાન હેલ્ધી લાઇફ માટે કેટલા જરૂરી છે તે જણાવીશું.

* બ્લડ શુગર કંટ્રોલ કરેઃ
લીમડાના પાન નેચરલી ઈન્સ્યૂલિન નિયંત્રિત કરે છે. તેના પાનનો રસ રોજ સવારે ખાલી પેટ લેવાથી અથવા તેને ચાવીને ખાવથી ફાયદો થશે.

* માથામાંથી જૂને દૂર કરે:
લીમડામાં એન્ટીબેકટેરિયલ ગુણ હોવાને કારણે તે માથામાં જૂને દૂર કરે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી માથું ધુઓ.

* વજન ઘટાડશેઃ
લીમડાના ફૂલનું જ્યૂસ બોડી ફેટ ઓછું કરે છે. 1મુઠ્ઠી ફૂલને પાણીમાં ઉકાળીએમાં 1 ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મધ મિક્ષ કરી રોજ ખાલી પેટ પીઓ.

* કમરમાં રાહતઃ
અડધી ચમચી લીમડાના પાનના રસમાં 1 ચમચી મધ મિક્ષ કરી રોજ પીવાથી કમરમાં રાહત મળે છે.

* કેન્સર સામે રક્ષણઃ
લીમડાના પાનમાં રહેલું ગાઇયકોપ્રોટીન ટ્યૂમર સેલ્સના ગ્રોથને રોકે છે. સવારે લીમડાના પાનનું જ્યૂસ પીવાથી ફાયદો થશે.

* બોડી ડિટોકસ કરે:
સવારે ખાલી પેડ 1 કપ લીમડાના પાનનો રસ પીવાથી શરીરના વિષાકત તત્વો નીકળી જાય છે અને હેલ્થ સારી રહે છે.

Share.

Leave A Reply