હવે સામાન્ય નાગરિકો ફ્રીમાં જોઇ શકશે રોકેટ લોન્ચિંગ

Google+ Pinterest LinkedIn Tumblr +

ઈસરોએ પોતાના  રોકેટ લોન્ચિંગ અભિયાનોને જનતાને પણ સાર્વજનિક રીતે દેખાડવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત લોકો હવે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધનન સ્પેશ સેંટરમાંથી જ અનેક માળ ઉંચા અને ભારે રોકેટનું લોંચિંગ જોઈ શકાશે.

સોમવારે ઈસરો તરફથી PSLV-C45ને લોંચ કરવામાં આવશે, જેમાં ડીઆરડીઓ તરફથી તૈયાર EMISATને લઈ જવામાં આવશે. જે અવકાશમાં ભારતના સર્વિલાંસને મજબુત બનાવશે. આ ઉપરાંત 28 વિદેશી સેટેલાઈટ્સને પન ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે. ઈસરોના આ રોકેટને સામાન્ય જનતાની હાજરીમાં જ લોંચ કરવામાં આવશે.

ઈસરોએ સામાન્ય લોકોને મફતમાં પોતાના અભિયાનોને જોવાની સુવિધા અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનું અનુંકરણ કરીને શરૂ કરી છે. નાસા તરફથી પન સામાન્ય લોકોને રોકેટ લોન્ચિંગ સહિત સ્પેસ એક્ટિવિટીને જોવાનો મોકો આપવામાં આવે છે.

Share.

Leave A Reply