જાણો તહેવારો પર સોનું ખરીદવું કે નહીં!

Google+ Pinterest LinkedIn Tumblr +

વિદેશના સકારાત્મક વલણ અને જવેલર્સની નવેસરથી લેવાલીને કારણે સોમવારે દિલ્હીના સોના-ચાંદી બજારમાં ૯૯.૯ ટકા શુદ્ઘતા ધરાવતા સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂ.૫૦ વધીને રૂ.૩૮,૪૭૦ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બીજી બાજુએ ચાંદીના ભાવમાં કડાકો જોવાયો હતો. ચાંદીનો ભાવ એક કિલોએ રૂ.૧૧૫૦ ઘટી રૂ.૪૩,૦૦૦ થયો હતો.

વિદેશી બજારોમાં સકારાત્મક વલણ અને સ્થાનિક સ્તરે માગ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો જોવાયો છે.

દિલ્હીમાં ૯૯.૫ ટકા શુદ્ઘતા ધરાવતા સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂ.૫૦ વધી રૂ.૩૮,૩૦૦ થયો હતો. સોનાની આઠ ગ્રામ ગીનીનો ભાવ રૂ.૨૮૬૦૦ ઉપર જળવાઈ રહ્યો હતો. ચાંદીની સાપ્તાહિક ડિલિવરીનો ભાવ એક કિલોએ રૂ.૪૩,૩૨૪ ઉપર બરકરાર રહ્યો હતો. ચાંદીના ૧૦૦ સિક્કાનો ખરીદી અને વેચાણ ભાવ અનુક્રમે રૂ.૮૮,૦૦૦ અને રૂ.૮૯,૦૦૦ યથાવત રહ્યો હતો.

 

Share.

Leave A Reply