કશ્મીર અંગે અફવા ફેલાવનારના ટ્વીટર એકાઉન્ટ થયા બંધ

Google+ Pinterest LinkedIn Tumblr +

ગૃહ મંત્રાલયે જમ્મુ કશ્મીરની હાલની પરિસ્થિતિ અંગે ભ્રામક જાણકારી આપતાં અને અફવા ફેલાવનાર કેટલાક ટ્વીટર એકાઉન્ટ્સ બંધ કરવાની ભલામણ કરી છે. મળતી માહિતી મુજબ આમાં કુલ ૮ લોકોના એકાઉન્ટ સામેલ છે. ૩૭૦ની કલમના ફેરફારને લઇને જમ્મુકશ્મીરમાં શાંતિ ડહોળાવાની શકયતાઓને વર્તીને સાવધ સરકારી તંત્ર દરેક ગતિવિધિ પર બાજનજર રાખી રહ્યું છે.

જમ્મુ કશ્મીરમાંથી તાજેતરમાં જ આર્ટિકલ ૩૭૦ને દૂર કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખતા સોશિયલ મીડિયા પર સરકાર સતત નજર રાખી રહી છે. જેથી કરીને ઘાટીની શાંતિમાં ખલેલ ન પહોંચે. આ ઉપરાંત ગુપ્ત વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે કે, કેટલાક આતંકી જૂથ જમ્મુ કશ્મીરમાં મોટા હુમલાની તૈયારીમાં છે. આ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ચાલતી કોઈ પણ અફવા અહીંની શાંતિ ભંગ કરી શકે છે.

Share.

Leave A Reply