અમદાવાદ: C.G રોડ પરથી 1 કરોડની રોકડ ઝડપાઇ, બેની ધરપકડ

Google+ Pinterest LinkedIn Tumblr +

અમદાવાદ પીસીબીએ બાતમીના આધારે એક કરોડ રોકડ સાથે બે વ્યક્તિની અટકાયત કરી હતી. સીજી રોડ પર પીસીબી એ એક્ટિવા ચાલકને અટકાવી તેની પાસે રહેલ થેલાની તપાસ કરતા તેમાથી એક કરોડ રોકડ મળી આવી હતી.

પીસીબીના અધિકારીઓએ આ બને યુવાનને નવરંગપુરા પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે આ બને યુવાનો બેન્કમાંથી પૈસા લઈને આંગડિયામાં લઇ જતા હોવાનું રટણ કરી રહ્યા હતા. દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને આચારસંહિતા હોવાના લીધે દસ લાખથી વધુની બેનામી રકમ લઇ જવી એ ગુનો છે.

પોલીસે બને યુવાનનની અટકાયત કરીને ઈન્ક્મટેક્સ અધિકારીઓને જાણ કરી હતી..ઇન્કમટેક્ષ અધિકારીઓ આ પૈસા અંગે તપાસ કરશે અને જો પૈસા અંગે યોગ્ય જવાબ મળશે ત્યારબાદ જ કોઈ યોગ્ય નિર્ણય લેશે.

Share.

Leave A Reply