સ્વામિનારાયણ સંત વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની ફરિયાદ

Google+ Pinterest LinkedIn Tumblr +

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર દુષ્કર્મના આરોપ લગતા રહે છે, સ્વામિનારાયણ સંત વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે વડતાલના સુવ્રત સ્વામીપર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે.

વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં ભણતા 15 વર્ષીય સગીર પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં, સુવ્રત સ્વામીની સાથે દેવ સ્વામી અને સંત વલ્લભસ્વામી ઉપર પર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીને આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે.

કિશોર વડતાલના સ્વામીનારાયણ મંદિરની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતો હતો. અને સ્વામીઓ સાથે પાર્ષદ તરીકે રહેતો હતો.

 

Share.

Leave A Reply