જોરદાર કેમેરા અને 5G ફીચર સાથે લોન્ચ થશે આ સ્માર્ટફોન

Google+ Pinterest LinkedIn Tumblr +

ચીની સ્માર્ટફોન કંપની Oppo તેના Oppo Innovation Event 2019માં 10x ઓપ્ટિકલ ઝૂમ કેમેરા ધરાવતો સ્માર્ટફોન Oppo Reno લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનને નવી કેમેરા ટેકનોલોજી સાથે લોન્ચ કરી શકાય છે.

આ સ્માર્ટફોનને ગયા મહિને આયોજીત થયેલ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં રજૂ કરવાની શક્યતાઓ જણાવાઇ હતી. કંપની હવે તેને તેની ઇનોવેશન ઇવેન્ટમાં રજૂ કરી શકે છે. ઓપ્પોના સત્તાવાર ટ્વિટર હેન્ડલ મુજબ, આ સ્માર્ટફોન આગામી મહિને લોન્ચ થઈ શકે છે.

ઓપ્પો રેનોના સંભવિત ફીચર્સ વિશે વાત કરીએ તો, આ સ્માર્ટફોનને નવા ઇનોવેટેડ કેમેરા ફીચર્સ સાથે રજૂ કરી શકાય છે. ફોનમાં પેરીસ્કોપની જેમ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપી શકાય છે. તેનો પ્રાથમિક કેમેરા 48 મેગાપિક્સલનો સોની IMX586 સેન્સર હોઈ શકે છે. આ ઉપરાંત 120 ડિગ્રી વાઇડ એન્ગલ સેન્સર પણ આપી શકાય છે. સૌથી નીચે, એક ટેલિફોટો લેન્સ આપી શકાય છે.

આ સ્માર્ટફોનમાં નવી ટેકનોલોજીના કેમેરા ઉપરાંત, અન્ય ઘણા યુનિક ફીચર્સ આપી શકાય છે. આ સ્માર્ટફોનના પ્રોટોટાઇપ પ્રમાણે તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 એસઓસી ચિપસેટ પ્રોસેસર આપી શકાય છે. જે 5G નેટવર્કને સપોર્ટ કરી શકે છે.

આ ઉપરાંત, ફોનમાં ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપી શકાય છે. ફોન 8 જીબી રેમ અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ કરી શકાય છે. તેમાં 4,065 એમએએચ પાવર બેટરી આપી શકાય છે. આ ઉપરાંત ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપી શકાય છે. આ ડિવાઇસને પ્રીમિયમ રેન્જમાં ઉતારી શકાય છે.

Share.

Leave A Reply