પરિણીતાએ ભોળાભાળા યુવાનને પ્રેમજાળમાં ફસાવ્યો અને….

Google+ Pinterest LinkedIn Tumblr +

વડોદરામાં એક પરિણીતાએ પ્રેમની લાલચ આપીને યુવક પાસેથી અંદાજે પાંચ લાખ જેટલા રૂપિયા પડાવી લીધા છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં યુવાને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટ મુજબ મૂળ મહારાષ્ટ્રનો જોગેશ કાલગુડે (ઉં-34) વડોદરાના મકરપુરામાં રહે છે. તેનો સંપર્ક પાદરમાં રહેતી રિન્કુ ગાંધી સાથે થયો હતો. રિન્કુએ જોગેશને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. રિન્કુએ પોતાની બે દીકરીઓના શાળાની ફી માટે જોગેશ પાસેથી 28,000 અને 26,000 રૂપિયા લીધા હતા. એટલું જ નહીં, સોનાની બુટ્ટીઓ સહિત 64,000 રૂપિયા પણ પડાવ્યા હતા. તો 40,000ના ચેકો પણ પડાવ્યા હતા. તો રિન્કુના સાગરિત નરેશ ગાંધીએ પણ 2,98,000 રૂપિયા પડાવ્યા હતા. આમ બંને જણાએ ભેગા મળીને જોગેશ પાસેથી 4,66,000 રૂપિયા પડાવી લીધા હતા.

જો કે, લગ્નની લાલચ આપ્યા બાદ યુવક જ્યારે લગ્નની વાતો કરતો ત્યારે રિન્કુ તેની બહાના બતાવતી હતી. જે બાદ જોગેશને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવી ગયો અને તેણે મકરપુરા વિસ્તારમાં ઠગ ટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ થતાં બંને જણા ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને જણાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share.

Leave A Reply