પરફ્યુમનો ઉપયોગ કરો છો તો આ જરૂર જાણી લો

Google+ Pinterest LinkedIn Tumblr +

ઉનાળામાં પસીનાથી પરેશાન લોકો ડીઓ અને પરફયુમનો ઉપયોગ કરે છે. પરંતુ, કયારેક તેમાં રહેલ કેમીકલના કારણે આપણી ત્વચાને નુકશાન પણ પહોંચી શકે છે. ઘણા લોકોને પરફયુમનો ઉપયોગ કરવાના કારણે અસ્થમા, કેન્સર, એલર્જી વગેરે જેવી સમસ્યાઓ થાય છે. તેથી કાળજી રાખી યોગ્ય રીતે પરફયુમનો ઉપયોગ કરવો જોઈએ.

પરફયુમમાં પ્રાપલીન અને ગ્લાયસોલ જેવા તત્વ હોય છે. આ બંને રસાયણ શરીરને એલર્જી રિએકશન પેદા કરે છે. તમને કદાચ ખબર નહિં હોય પરંતુ, આ રસાયણ કિડની ડેમેજનું કારણ પણ બની શકે છે.

આ ઉપરાંત પરફયુમ અથવા ડીઓને અન્ટીબેકટેરીયલ બનાવવા માટે ટ્રાઈ કલોસન નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ, આ કેમિકલ શરીરમાં રહેલ સારા એન્ટી-બેકટેરીયલને નષ્ટ કરી દે છે. જેના કારણે સ્કિન એલર્જી પણ થવા લાગે છે.

ગર્ભવતી મહિલાઓએ ખાસ કરીને પરફયુમનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી ગર્ભમાં રહેલ બાળકના શારિરીક વિકાસ ઉપર પ્રતિકૂળ અસર પડે છે.

Share.

Leave A Reply