શ્રાદ્ધમાં આ વાતનું રાખો અવશ્ય ધ્યાન

Google+ Pinterest LinkedIn Tumblr +

જો કોઈ વ્યક્તિ પૂનમમા ગુજરી ગઈ હોય, તેનું શ્રાદ્ધ પૂનમે ન કરવું.

– સૌભાગ્ય વતી જે પણ તિથિએ ગુજરી ગઇ હોય, તો પણ શ્રાદ્ઘ ૯માં જ કરવું.

– ચૌદશમાં મરેલાઓના શ્રાદ્ધ બારસ અથવા અમાસમાં જ કરવા. તેમ છતા કોઈ કારણસર શ્રાદ્ધ રહી ગયુ હોય. તો જ્યાં સુધી સૂર્ય કન્યા/તુલા રાશિમાં હોય ત્યાં સુધીમાં કરાય.

– જેમના કુટુંબમાં જનોઈ પ્રસંગ ગયો હોય તો છ મહીના સુધી અને છોકરા કે છોકરીના લગ્નનો પ્રસંગ ગયો હોય, તેમણે બાર મહીના સુધી પીંડ મૂકી શ્રાદ્ઘ કરવુ નહી. પણ કાગડા, કૂતરા, અને ગાયને વાસ (ઘરમાં બનાવેલી રસોઈ જમવાનું) નાખવાનું. આ ઉપરાંત બ્રાહ્મણને ભોજન કરાવવુ અથવા આગલે દિવસે તેમના ઘરે જઈ કાચું અન્ન (સિધુ) અથવા તે નિમિત્તે રોકડા રૂપિયા દક્ષિણામાં સાથે આપવા.

– દરેક જણે આ મહાલય શ્રાદ્ઘ તો કરવું જ.

– ગયા તિર્થ કે સિદ્ધપુર તીર્થ કે કોઈ પણ તીર્થમાં શ્રાદ્ધ કર્યુ હોય તો પણ પોતાના પિતૃઓના શ્રેયાર્થે તેમજ પોતાના કલ્યાર્થે જે બની શકે તે સત્કર્મ કરવું.

Share.

Leave A Reply