પોરબંદરના દરિયામાં કરોડના ડ્રગ્સ સાથે 9 ઈરાની ઝડપાયા

Google+ Pinterest LinkedIn Tumblr +

પોરબંદર નજીક મધદરિયે ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં 9 જેટલા ઈરાનીઓની 500 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમતના હેરોઈન સાથે ધરપકડ કરી છે. જો કે આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ માફ્યિાઓએ પુરાવાનો નાશ કરવા માટે પોતાની બોટને ઉડાવી દીધી હતી.જે બોટમાં ડ્રગ્સનો મોટો જથ્થો હોવાનું મનાઈ રહ્યું છે.

સળગી ગયેલા વહાણ માં કુલ ડ્રગ્સ નો કેટલો જથ્થો હતો અને કયાંથી ભરી અને રવાના થયું હતું તેમજ આ ડ્રગ્સ કોને અને કયાં પહોંચાડવા નું હતું તે અંગે ATS કોઈ ફોડ પાડ્યો નથી તેમજ પુછપરછ ચાલુ હોવાનું જણાવ્યું હતું જો કે ATS ના સુત્રો માંથી જાણવા મળતી વિગત અનુસાર આ ડ્રગ્સ પાકિસ્તાનના બલુચિસ્તાન સ્થિત ગ્વાદર પોર્ટમાંથી બોટમાં ચડાવવામાં આવ્યું હતું. અને પાકિસ્તાનના હામિદ મલિક નામના શખ્શે આ કન્સાઇનમેન્ટ મોકલ્યું હતું. આ કન્સાઇનમેન્ટ ભારતમાં જે વ્યક્તિ મેળવવાનો હતો તેની પણ માહિતી સામે આવી છે. પરંતુ ATS તરફ્થી આ અંગે કોઈ ખુલાસો કરાયો નથી.

Share.

Leave A Reply