માથાનો દુખાવો દૂર કરવા હથેળીમાં દબાવો આ પોઇન્ટ

Google+ Pinterest LinkedIn Tumblr +

માથાનો દુખાવો હોય ત્યારે આપણું મન અન્ય ચીજમાં નથી લાગતું અને આપણે ફટાફટ કોઈ પેઈનકિલર લઈ લેતા હોઈએ છીએ. પણ તમે જાણતા નથી કે ચપટીમાં દુખાવો દૂર કરતી પેઇનકીલર કેટલી નુકશાન કારક છે. માથાનો દૂખાવો દુર કરવા આજે તમને એક ટેક્નિક બતાવીશું. એ ટેક્નિક છે એક્યુપ્રેશર ટેક્નિક અને ઘરગથ્થુ ઉપાય દ્વારા રાહત મેળવી શકો છો તો જાણીએ કઈ રીતે થાય આ પ્રયોગો.

* એક્યુપ્રેશર ટેક્નિક

એક્યુપ્રેશર ટેક્નિકથી માથાનો દુખાવો દૂર કરવા માટે તમે અંગુઠો અને તેની બાજુની આંગળી એટલે તર્જનીની વચ્ચેની જગ્યા પર હળવા હાથે માલિશ કરો. આ પ્રક્રિયાને બંને હાથોમાં વારાફરતી કરો. આંગળીઓની વચ્ચેની જગ્યા પર ગોળાકાર દિશામાં હળવેથી મસાજ કરો. આ ટેક્નિકથી આપ એક મિનિટમાં પોતાનો માથાનો દુખાવો મટાડી શકો છો.

* સુંઠની પેસ્ટ

સુકા આદુંનો પાવડર કે સુંઠનો પાવડર એક ચમચી લો. આને પાણીમાં ભેળવીને થોડું ગરમ કરી લો. હવે તેને થોડી ઠંડી પાડો થોડું ગરમ રહેવા દો. આ પેસ્ટને માથા પર લગાવો. થોડી જ વારમાં તમારો માથાનો દુખાવો ભાગી જશે.

Share.

Leave A Reply