પ્રિયંકા ચોપરાએ છૂટાછેડાના અહેવાલો પર આપ્યો જવાબ

Google+ Pinterest LinkedIn Tumblr +

ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના છૂટાછેડાની વાત થઇ રહી છે. પ્રિયંકાના લગ્નના ત્રણ મહિના બાદ છૂટાછેડાની વાતે વોગ પકડ્યો છે. જોકે, આ ચર્ચા ત્યારે શરૂ થઇ જ્યારે એક મેગેઝિને કહ્યું, પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નને ત્રણ મહીના બાદ છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છે. પરંતુ આ ખબરને પ્રિયંકા ચોપડા જોનસની લેટેસ્ટની તસવીરોએ પોસ્ટ કરી આ ખબરને અફવા ગણાવી છે.

પ્રિયંકા ચોપડાએ નિક જોનાસ અને પરિવાર સાથે રવિવારે સવારે બે તસવીરો શેર કરી. આ તસવીરોમાં પ્રિયંકા જોનસ ફેમિલી સાથે ખૂબ ખુશ નજરે પડી રહી છે.

તસવીરોમાં પ્રિયંકાની સાથે જોનસ બ્રધર્સ અને તેના સાસુ-સસરા પણ નજરે પડી રહ્યા છે. પ્રિયંકાની આ તસવીર છૂટાછેડાની ફેલાયેલી અફવાનો જવાબ માનવામાં આવી રહ્યો છે. પ્રિયંકાએ તસવીરમાં કેપ્શન લખ્યું કે જોનસ બ્રધર્સના પ્રથમ શોમાં સામેલ થઇ. મને ગર્વ છે.

Share.

Leave A Reply