PF ના નાણાં ઉપાડવામાં આવી રહી છે તકલીફ તો જાણો આ નિયમ

Google+ Pinterest LinkedIn Tumblr +

નોકરીયાત વ્યક્તિ માટે પ્રોવિડેન્ટ ફંડ(PF) સૌથી મહત્વનું હોય છે. પહેલા પીએફની મૂડી ક્લેમ માટે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને લોકોને પીએફના પૈસા પણ લાંબી પ્રક્રિયા બાદ ઘણા સમય પછી મળતા હતા. પરંતુ હવે આ પ્રક્રિયા ડિજિટલ થતા ઇપીએફઓ પોર્ટલના માધ્યમથી ઓનલાઇન ક્લેમ કરવા પર પીએફના પૈસા જલ્દી અને સરળતાથી મળી જાય છે.

હવે ઓનલાઇન ક્લેમ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ હવે પીએફ એકાઉન્ટથી એડવાન્સ પૈસા(ફોર્મ 31) ક્લેમ કરવા માટે કર્ચમારીઓએ પાસબુક અને ચેકની સ્કેન કોપી પણ અપલોડ કરવાની ફરજ પડશે. જોકે આ પહેલા આની જરૂર નહોતી.
પીએફના પૈસા વિડ્રોઅલ કરવા માટે તમે આ રીતે પ્રોસેસ કરી શકો છો.

આ રીતે વિડ્રોઅલ કરો PF:

  • પીએફના પૈસા કાઢવા માટે સૌથી પહેલા તમારે https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જવું પડશે.
  • ત્યાર બાદ તમારે યુનિવર્સલ એકાઉન્ટ નંબર(UAN) અને પાસવર્ડ સાથે લોગિંન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ હોમ પેજ પર ઓનલાઇન સર્વિસ કેટેગરીમાં જવાનું રહેશે.
  • પછી તમારે રજિસ્ટર્ડ બેંક એકાઉન્ટના અંતિમ 4 ડિજિટને એન્ટર કરી વેરિફાઈ કરવાનું રહેશે.
  • પછી ‘પ્રોસિડ ઓફ ઓનલાઇન ક્લેમ’ પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં સેલેક્ટ ક્લેમ ઓપ્શન મળશે. જેમાં તમારે ક્લેમ(FORM – 31, 19, 10C અને 10D) પર ક્લિક કરવાનું રહેશે.
  • આ ક્લેમ ઓપ્શનમાં તમારે રકમ, એડ્રેસ અને પાસબુક અથવા ચેકની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે.
  • ત્યાર બાદ આગામી સ્ટેપમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. ઓટીપી વેરિફાઇ કરતા જ પીએફ ક્લેમ માટે તમારી રિક્વેસ્ટ એક્ટિવ થઈ જશે.
  • ત્યાર બાદ તમે ક્લેમ સ્ટેટ્સ ટેબ પર ક્લિક કરી સ્ટેટ્સ જોઈ શકો છો.

 

Share.

Leave A Reply