1લી એપ્રિલથી રાજકોટ-મુંબઇ હવાઇ સેવા થશે બંધ

Google+ Pinterest LinkedIn Tumblr +

આગામી 31 માર્ચથી રાજકોટથી મુંબઇ વચ્ચેની હવાઇ સેવાઓ બંધ થઇ રહી છે. જેના કારણે રાજકોટ-મુંબઇ વચ્ચે હાઇ-વે રોડ એક માત્ર મુસાફરોનાં સબબ વિકલ્પ બન્યો છે. કેમકે હાલમાં રાજકોટ-મુંબઇ વચ્ચેનાં રેલ્વે માર્ગમાં પણ કામગીરી ચાલુ હોઇ ગમે ત્યારે ટ્રેન રદ થઇ જાય છે અથવા વહેલા-મોડી ટ્રેન આવે છે. આમ રાજકોટ-મુંબઇ વચ્ચે દરરોજ 500 થી વધુ મુસાફરો જે અત્યાર સુધી હવાઇ માર્ગે નિયમિત જતા હતા તેઓને ભારે હેરાનગતિ થશે.

જોકે હાઇ-વે રોડ ઉપર ભારણને કારણે ટ્રાફિકની સમસ્યા વધવાની ભીતી છે. આમ આગામી 1 એપ્રિલથી હવાઇ સેવાઓ બંધ થતાની સાથે જ સૌરાષ્ટ્રનાં પ્રવાસન અને ઉદ્યોગને માઠી અસર પહોંચવાની ભીતી પણ છે.

મુંબઈથી મોટી સંખ્યામાં યાત્રાળુ. દ્વારકા, સોમનાથ દર્શન માટે અને ગીર તેમજ પોરબંદર ફરવા માટે આવે છે. જો મુંબઈની ફ્લાઈટ બંધ થઈ જશે તો યાત્રાળુની સંખ્યા દ્યટી જશે જેની અસર રોજગારી પર પણ પડશે.

Share.

Leave A Reply