અભિનેતા રાજપાલ યાદવ જેલમુક્ત, લોકોએ વિશ્વસઘાત કર્યો

Google+ Pinterest LinkedIn Tumblr +

અભિનેતા રાજપાલ યાદવ જેલમમુક્ત થયો છે દેવું નહિ ચૂકવી શકવાના એક કેસમાં જેલની સજા ભોગવીને મુક્ત થયેલા અભિનેતા રાજપાલ યાદવે કહ્યુ છે કે લોકોએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. ફેબ્રુઆરીના અંતમાં મુક્ત થયેલા રાજપાલ યાદવનું કહેવુ છે કે અમુક લોકો જેના પર મે વિશ્વાસ કર્યો તેમણે જ મારા વિશ્વાસનો દૂરુપયોગ કર્યો.

રાજપાલે કહ્યુ, મને લાગે છે કે કાયદો બધાના માટે સમાન છે અને દેશના કાયદાથી કોઈ બચી નહિ શકે. એટલા માટે મે અદાલતના આદેશનું પાલન કર્યુ. રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્લી હાઈકોર્ટે નવેમ્બરમાં ત્રણ મહિના માટે જેલની સજા આપી હતી આ કેસ 2010માં રાજપાલ યાદવની પાંચ કરોડની લોન લેવા સાથે સંકળાયેલો છે. ફેબ્રુઆરીના અંતમાં જેલમાંથી આવ્યા બાદ રાજપાલે કહ્યુ કે તે જૂની વાતોમાંથી બહાર આવી ગયો છે અને ફિલ્મોમાં કમબેક કરવા માટે ઉત્સાહિત છે.

Share.

Leave A Reply