ટેન્શનને હળવુ કરવા માટે અજમાવો આ સરળ ટિપ્સ

Google+ Pinterest LinkedIn Tumblr +

આજકાલ ભાગદોડ ભરેલી જીંદગીમાં ટેન્શન એક એવી સમસ્યા છે જેને સમયે દુર કે ઓછુ ન કરતા ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે. આવી હાલતમાં સ્ટ્રેસ લેવલને દુર કરવા માટે ડૉકટરની પાસે જવા સિવાય પણ ઘણા બધા વિકલ્પો છે. જે આજે તમને જણાવીશું.

* કસરત કરો
જોગીંગ અને સાઈકલીંગ જેવી કસરત કરવાથી સ્ટ્રેસના વધેલા લેવલને ઘણું ઓછુ કરી શકાય છે. કસરત કરવાથી નર્વસ સિસ્ટમ માંથી નીકળતા એન્ડોફીન હાર્મોન્સ હેપ્પીનેસની સાથે શરીરમાં એનર્જી બનાવે છે.

* ભરપૂર ઊંઘ લેવી
શરીરને રિલેકસ કરવાની સાથે જ સ્પાર્કલિંગ ત્વચા માટે ૭-૮ કલાકની ઊંઘને જરૂરી માનવામાં આવે છે. સુતી વખતે બોડીમાં નવા સેલ્સ બને છે. હોર્મોન્સના સ્ત્રાવ થાઈ છે જે માઈન્ડને રીલેકસ કરે છે.

* કામની વચ્ચે બ્રેક લેવો
આખો દિવસ કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરવાથી બ્લડમાં સ્ટ્રેસ હોર્મોનની માત્રા વધવા લાગે છે. તેથી આને ઘટાડવા માટે કામની વચ્ચે બ્રેક લેવો જરૂરી છે. થોડું વોક કરવું તે ખુબજ અસરકારક છે.

* ધ્યાન કરવું
મેડિટેશનથી સ્ટ્રેસને ખુબ સારી રીતે દુર કરી શકાય છે. સ્પા થેરાપી, મડ થેરાપી, આનો ખુબ સારો ઓપશન છે. જેની અસર ખુબ જલ્દી થાય છે.

* ફરવા જવું
હરવા-ફરવાને સૌથી મોટો સ્ટ્રેસ બુસ્ટર માનવામાં આવે છે. સાથે જ આસપાસના ગાર્ડનમાં રહેલ કલર અને હરિયાળી પણ સ્ટ્રેસ દુર કરવામાં ઉપયોગી છે. તેથી તમારી આજુબાજુ રહેલા પાર્કમાં જઈને ટાઈમ પસાર કરવો.

* પોતાની જાતને ટાઈમ આપવો
વ્યસ્ત શેડ્યૂલ માંથી થોડો સમય પોતાના માટે કાઢવો. પોતાના શોખને પુરા કરવા. સ્ટ્રેસ દુર કરવા માટે સંગીત સાંભળો, ઘરમાં માતા-પિતાની સાથે સમય ગાળવો કે પછી તેમની સાથે પાર્ક કે ગાર્ડનમાં જવું.

Share.

Leave A Reply