RR vs RCB: રાજસ્થાને બેંગલોરને આપ્યો સતત ચોથો પરાજય

Google+ Pinterest LinkedIn Tumblr +

રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-12માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ આઈપીએલ-12માં રાજસ્થાનનો પ્રથમ વિજય છે. બીજી તરફ બેંગલોરનો સતત ચોથી મેચમાં પરાજય થયો છે.

રહાણે 22 રન બનાવી ચહલની ઓવરમાં એલબી આઉટ થયો હતો. બટલર અને રહાણેએ પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પછી શાનદાર બેટિંગ જારી રાખતા અડધી સદી ફટકારી હતી. બટલર 43 બોલમાં 8 ફોર અને 1 સિક્સર સાથે 59 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી 34 રને અણનમ રહ્યો હતો. સ્મિથે 38 રન બનાવ્યા હતા.

પાર્થિવ પટેલના 67 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા છે. રાજસ્થાનને જીતવા માટે 159 રનનો લક્ષ્યાંક મળ્યો છે. આરસીબીએ અંતિમ 5 ઓવરમાં 51 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલી 23 રન બનાવી ગોપાલની ઓવરમાં બોલ્ડ થયો હતો. ડી વિલિયર્સ પણ ખાસ કમાલ ન કરી શકતા 13 રને ગોપાલની ઓવરમાં કેચ આઉટ થયો હતો. હેટમાયરનું કંગાળ ફોર્મ યથાવત્ રહેતા 1 રને ગોપાલનો ત્રીજો શિકાર બન્યો હતો.

Share.

Leave A Reply