હવે સ્કૂલ વાહનોની સ્પીડ નક્કી, અનેક નવા નિયમો જાહેર

Google+ Pinterest LinkedIn Tumblr +

અમદાવાદ મ્યુનિસીપલ સ્કૂલ વાન, સ્કૂલ રિક્ષા માટે નવા 32 નિયમો જાહેર કરવામાં આવ્યાં છે જો કોઇપણ ચાલક આ નિયમોને નહીં પાળે તો તેનું લાઇસન્સ પણ રદ થઇ શકે છે. સ્કુલ વેનમાં વિદ્યાર્થિઓને લઇને જતી રિક્ષામાં ધણા નિયમો બનાવવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.

જો 3.5 કિલોમીટર સુધીમાં ઉચ્ચતર પ્રાથમિક શાળા અને 1.5 કિલોમીટરમાં એક પણ પ્રાથમિક શાળા ન હોય ત્યાંના બાળકો માટે સરકારી સ્કૂલે જવા આવવા માટે ટ્રાન્સપોર્ટેશન મફત છે. બાળકોને આ સુવિધા શાળા શરૂ થવાનાં પહેલા દિવસથી જ મળે તે માટે પ્રવેશોત્સવમાં જ આની તકેદારી રાખવામાં આવે છે. આ વાહનો માટે નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

આ ઉપરાંત પણ ઘણાં મહત્વનાં નિયમો બનાવવામાં આવ્યાં છે જેવા કે સ્કૂલ વાનની સ્પીડ 20 કિમી પ્રતિ કલાક કરતાં વધારે ન હોવી જોઈએ. વાહનના ડ્રાઈવરનું ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ દર મહિને ચેક થશે, વાહનમાં અગ્નિશામક સાધનો રાખવા, મ્યુઝિક સિસ્ટમ રાખવી નહી.

સીટ સાદી રાખવી, તો ડ્રાઈવરની સીટ પર બાળકને બેસાડી શકાશે નહીં. વાહનનો ફૂલ વીમો હોવો જોઈએ, આ સહિત પોલીસ વેરિફિકેશન હોવું જરુરી છે. આ સિવાયના નિયમો પણ છે, જેને તોડનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

Share.

Leave A Reply