રાજ્યના આ વેપારીઓ માટે છે ખાસ સમાચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સ્થાપના દિવસથી રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાના કાયદાને મંજૂરી આપી દીધી છે. હવે રાજ્યમાં મહાનગરના કોર્પોરેશનની હદમાં આવતી દુકાનો અને હાઇવે પરની દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે.

સરકારના જાહેરનામા મુજબ રાજ્યના મહાનગરના મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં આવતી દુકાનો, નેશનલ હાઇવે પર આવેલી દુકાનો, રેલવે પ્લેટફોર્મમાં આવેલી દુકાનો, એસટી ડેપોમાં આવેલી દુકાનોને આ નિયમ લાગુ પડશે. આ દુકાનો ઉપરાંત પેટ્રોલ પમ્પ અને દવાખાનાને પણ આ નિયમ લાગુ પડશે.

સરકારના જાહેરનામા મુજબ જે દુકાનોમાં દસ કે તેથી વધુ કર્મચારી કામ કરતા હશે તેમણે કલમ- 7ની જોગવાઈ સિવાયની જોગવાઈ લાગુ પડશે જ્યારે દસથી ઓછા કર્મચારી ધરાવતા વેપારી અને નાના ઓદ્યોગિક એકમોને અલગ જોગવાઈ લાગુ પડશે. નાના વેપારી અને નાના ઔદ્યોગિક એકમોએ દર વર્ષે તેમના રજિસ્ટ્રેશન કિન્યુ કરાવવાની પ્રક્રિયામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

Share.

Leave A Reply