સિંગાપોર: મેડમ તુસાદ મ્યુઝિયમમાં લાગશે શાહિદ કપૂરનું સ્ટેચ્યુ

Google+ Pinterest LinkedIn Tumblr +

સિંગાપોરના મેડમ તુસાદના વેક્સ મ્યુઝિયમમાં બોલીવૂડના ઘણા એકટર્સોના મીણના પૂતળા મુકાઇ ચુક્યા છે. જાણવા મળે છેકે હવે શાહિદ કપૂરનું પૂતળું મુકવાની તૈયારી થઇ રહી છે. શાહિદ કપૂરે ટ્વિટર પરના પોતાના એકાઉન્ટ પર આ વાત શેયર કરી છે.

તેણે પોતાની તસવીર સાથે ટ્વિટ કર્યું છે કે, સાત દિવસ બાદ સિંગાપોરના વેક્સ મ્યુઝિયમમાં તેના મીણના પૂતળાનું અનાવરણ કરવામાં આવશે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના પૂતળાની તૈયારી થતી હોય તેવી તસવીર પણ મુકી છે. શાહિદે આગળ વધુ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે,” મેડમ તુસાદમાં ઘણા મહાન કલાકારો અને વિભૂતિઓના પુતળા મુકવામાં આવ્યા છે. એવામાં તેનું વેક્સ સ્ટેચ્યુ મુકાય તે સમ્માનજનક છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે હું આ તક મળવાથી સ્વયંને ભાગ્યશાળી માનું છું. ”શાહિદની કારકિર્દીની વાત કરીએ તો તે હાલ તેલુગુ ફિલ્મ’અર્જુન રેડ્ડી’ની હિંદી રીમેક કબીર સિંહમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની જોડી કિયારા અડવાણી સાથે બની છે.

Share.

Leave A Reply