ચહેરાની રંગત વધારતી કેટલીક ખાસ ટીપ્સ 

Google+ Pinterest LinkedIn Tumblr +

– સવારે કાચા દૂધથી ચહેરા ઉપર માલીશ કરો અને થોડીવારમાં સૂકાઈ જાય પછી ખાવાનું મીઠું લગાવીને તેને પોતાની સ્કીન ઉપર રગડવું. તેનાથી ચહેરા ઉપર જામેલો મેલ અને મૃત ત્વચા નિકળી જશે.

– કેસરને દૂધમાં મિક્ષ કરી સવાર સાંજ તે દૂધ પીવાથી ચોક્કસપણે તમારા ચહેરાની સ્કિન ગોરી થશે અને તમને ઓછા સમયમાં તમારો ચહેરો નિખરતો દેખાશે. કેસર આપણા શરીર અને ખાસ કરીને રંગ નિખારવા માટે કારગર માનવામાં આવે છે.

– કાકડીનો રસ કાળી ત્વચાને ગોરી બનાવવામાં મદદરૂપ બને છે. જેથી જો તમારી ત્વચા બહુ કાળી હોય તો દરરોજ કાકડીનો રસ કાઢી તેને કોટન વડે તમારા ચહેરા પર લગાવવું અને સૂકાઈ જાય ત્યારે પાણીથી ચહેરો ધોઈ લેવો.

– જવનો લોટ, હળદર, સરસિયાના તેલને પાણીમાં મિક્ષ કરી મિશ્રણ બનાવી લો. રોજ શરીર પર આ મિશ્રણની માલિશ કર્યા બાદ સ્નાન કરો આટલું કરવાથી તમારું ચમકીલું અને કોમળ બનશે.

– બે ચમચી કાકડીનો રસ અને અડધી ચમચી લીંબુનો રસ મિક્ષ કરી તેમાં ચપટી હળદર નાખી આ મિશ્રણને ચહેરા પર લગાવવું. આવું કરવાથી તમારા ચહેરામાં નિખાર આવશે અને ચહેરો ખીલી ઉઠશે.

– બેસન, હળદર, લીંબુ, દહીં, ગુલાબને મિક્ષ કરીને લેપ બનાવીને તેને સપ્તાહમાં એકવાર લગાવો.

– અડધી ચમચી ચિરોળીને ૩ ચમચી દૂધમાં ભીંજવવીને પીસીને પેસ્ટ બનાવીને લગાવો. ૧૫ મિનિટ પછી ચહેરો ધોઈ લો. તેને નિયમિતપણે દોઢ મહિનો લગાવો તો ચહેરામાં ગજબનો નિખાર આવશે.

– લીમડો ત્વચાની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.
તેના પ્રયોગથી ખીલમાં જાદુ દેવો લાભ થાય છે. ચાર-પાંચ લીમડાના પત્તાને પીસીને મુલતાની માટીમાં મેળવીને લગાવો. સૂકાયા પછી ગરમ પાણીથી ધોઈ લો…પછી જુઓ ચહેરો કેટલો ગ્લો થઈ ગયો છે.

– એક ચમચી મધ લઈને તેને ચહેરા ઉપર હળવા હાથે લગાવો. ૧૫-૨૦ મિનિટ લગાવીને રહેવા દો, પછી ચહેરો ધોઈ લો, તૈલિય ત્વચાવાળા ચહેરા ઉપર. મધમાં ૪-૫ ટીપા લીંબુનો રસ મેળવીનો ઉપયોગ કરો.

– કેળુ ચહેરાની કરચલીઓ મટાડે છે. તે ત્વચામાં ખેચાણ લાવે છે. પાકેલ કેળાને ચુગદીને ચહેરા ઉપર લગાવો. અડધા કલાક પછી ઠંડા પાણીથી મુખ ધોઈ લો.

– ચહેરા પર કુદરતી ચમક લગાવવા માટે શુદ્ધ પ્રાકૃતિક કુંવારપાઠાનું જ્યૂસ હથેળીમાં લઈને ચહેરા પર મસાજ કરો. અને સુકાઈ ગયા પછી ચહેરાને હુંફાળા પણીથી ધો લો ૭ દિવસોની અંદર જ તમારા ચહેરો મુલાયમ થવાની સાથે ખીલી ઉઠશે.

– જો તમારા ચહેરા ઉપર ડાઘ-ધબ્બા પડી ગયા હોય તો લીંબુની છાલ ઉપર થોડી ખાંડ નાખી અને પછી તે છાલને દાગ-ધબ્બાના સ્થાને ધીરેધીરે રગડવાથી ડાઘા દૂર થાય છે.

– ચહેરાની ગંદકી અને ધૂળ-માટી સાફ કરવા માટે ટામેટાંના ટુકડા ચહેરા ઉપર ધીરે-ધીરે લગાવવાથી ગંદકી દૂર થાય છે અને ચહેરો ચમકીલો બને છે.

– કાજૂ સ્કિન માટે બહુ ફાયદાકારક હોય છે. કાજૂના દૂધમાં પલાળી તેને પીસી લો અને ચહેરા પર લગાવો. ચહેરો અને ત્વચા ખરબચડી હોય તો કાજૂને રાત ભર દૂધમાં પલાળી દો અને સવારે પીસીને તેમાં મુલતાની માટી અને મધના કેટલાક ટીપા મેળવીને સ્ક્રબ કરો. ત્વચાનો રંગ નિખરશે.

– અડધી ચમચી સંતરાનો રસ લઈ તેમાં ૪-૫ ટિપા લીંબુનો રસ, અડધી ચમચી મુલતાની માટી, અડધી ચમચી ચંદન પાઉડર અને કેટલાક ટીપા ગુલાબ જળના મેળવીને થોડીવાર માટે ફ્રીઝમાં રાખી દો. પછી તેને લગાવીને ૧૫-૨૦ મિનિટ સુધી રાખો. ત્યાર પછી પાણીથી તેને ધોઈ લો. આ ઓઈલી ત્વચાનો સૌથી સારો ઉપાય છે.

– ઓઈલી ત્વચા માટે મુલતાની માટીમાં દહીં અને ફૂદીનાના પાનનો પાઉડર મેળવી તેને અડધા કલાક સુધી રહેવા દો. પછી તેને ચહેરા અને ગર્દન પર લગાવો. સુકાઈ ગયા પછી હુંફાળા પાણીથી ધૂઓ. એ તૈલી ત્વચાને ચીકાશરહિત રાખવાનો કારગર નુસખો છે.

– ૮-૧૦ દિવસમાં એકવાર ચહેરાને સ્ટીમ ચોક્કસ આપો. આ પાણીમાં ફુદીનો, તુલસીના પાન, લીંબુનો રસ અને મીઠું નાખો. વરાળ લીધા બાદ નવેશેકા પાણીમાં ૫ મિનિટ માટે હાથને બોળી રાખો. હાથની ત્વચા પણ નિખરી જશે.

– આંખોમાં બળતરા તથા આંખની આસપાસ કાળા કૂંડાળા થઈ જાય તો રાતના સૂતા સમયે આંખો પર ઠંડા દૂધમાં રૂ પલાળીને રાખવાથી આંખોની ગરમી દૂર થશે અને આંખોની નીચેના કાળા કુંડાળા પણ ધીરે ધીરે દૂર થવા લાગશે.

૨. નાકની ખીલ સાજી કરવાનો ઘરગથ્થુ ઉપચાર :

– પોતાનાં પિંપલને સ્પર્શવાનો પ્રયત્ન ન કરો. તેનાથી બૅક્ટીરિયલ ચહેરા પર વધુ ફેલાઈ જશે અને ચહેરા પર વધુ પિંપલ્સ ઉગી નિકળશે. તેને કૉટન બૉલ તથા સ્વચ્છ ટિશ્યુથી જ લૂછો.

– પોતાનાં ચહેરાને દિવસમાં 4-5 વખત ધુઓ. તેનાથી મૃત કોશિકાઓ સ્વચ્છ થઈ જશે અને ચહેરાનાં પોર્સમાં સમાયેલી ગંદકી તેમજ તેલ નિકળી જશે. કાયમ ઠંડા પાણીનો જ પ્રયોગ કરો.

– જો આપ ઇચ્છતા હોવ કે એક્ને વધે નહીં, તો તેને જરાય પ દબાવો. તે પોતાનાં સમયે જ જશે.

– ઓટને મિક્સીમાં દળી તેમાં મધ મેળવી લો. તેનાથી પોતાનાં નાકને દિવસમાં બે વખત સ્ક્રબ કરો. તેનાથી નાકની ખીલ સ્વચ્છ થઈ જશે.

– તે નાક તેમજ શરીરનાં અન્ય ભાગોમાંથી એક્ને દૂર કરવામાં મદદ કરે છે. પોતાનાં નાકને ટી ટ્રી ઑયલ વડે મસાજ કરો અને ૧૦ મિનિટ મૂકી રાખ્યા બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.

– એક્ને હટાવવામાટે લિંબુનો સહારો લઈ શકાય છે. તેમાં એસિડ અને એન્ટી-ઑક્સીડંટ હોય છે કે જે ત્વચાને સ્વચ્છ કરે છે.

– આપ ૨૦ થી ૩૦ મિનિટ માપે સ્ટીમ લઈ શકો છો. તેનાથી પોર્સ ખુલી જશે અને અત્યધિક તેલ નિકળી જશે.

– તેમાં કૉટનની બૉલ ડુબાડો અને પોતાનાં નાકને તેનાથી લૂછો. જો આપની ત્વચા સંવેદનશીલ છે, તો તેને લગાવતા પહેલાજોઈ લો કે આપને એસિડથી કોઈ પરેશાની તો નથી.

– પિંપલ્સ બહુ દુઃખે છે અને તેમાં સોજો પણ જોવા મળે છે. બરફનાં ટુકડાને રૂમાલમાં બાંધી લો અને તેનાથી પ્રભાવિત ચહેરાનાં ભાગને દબાવો. તેનાથી પિંપલની અસર થોડીક હળવી થઈ જશે.

– નાકની ખીલને આપ એલોવેરા જૅલથી મસાજ કરીને પણ સાજી કરી શકો છો. તેનાથી પિંપલ્સ હળવા રંગનું થઈ જશે અને આપનો ચહેરો ચમકવા લાગશે.

૩. બ્લૅક હૅડ્સ દૂર કરવાના ઘરગથ્થુ ઉપચારો:

– જિલેટિન ચિકણુ હોય છે. માટે બ્લૅક હૅડ્સ તથા ત્વચાની અન્ય અશુદ્ધિઓ દૂર કરવા માટે આનો ઉપયોગ કરવો યોગ્ય હોય છે. જિલેટિનના ઉપયોગથી વધુ દુ:ખાવો નથી થતો તથા આનો ઉપયોગ કરવો પણ સલામત છે. કોઈ પણ ફ્લેવર વગરના જિલેટિનનો ઉપયોગ કરો. જિલેટિન પાવડરને પાણીમાં મેળવો અને તરત જ અસરગ્રસ્ત સ્થાને લગાવો, એ પહેલા કે તે સૂકાઈને સખત થઈ જાય. સંપૂર્ણ રીતે સૂકાઈ જતા તેને કાઢી નાખો. આપ જોશો કે એક જ પળમાં આપના બ્લૅક હૅડ્સ નિકળી જશે.

– કોઈ પણ મિંટ ટૂથપેસ્ટ લો (જૅલ અથવા સફેદ કોઈ પણ) તથા તેમાં મીઠું મેળવી સ્ક્રબ બનાવો. મીઠાની કર્કશતાને કારણ એક વારનાં ઉપયોગથી જ બ્લૅક હૅડ્સ નિકળી જશે. આ ઉપરાંત ટૂથપેસ્ટમાં મોજૂદ મિંટ ઠંડક પહોંચાડે છે કે જેથી નમક રગડવાથી વધુ બળતરા ન થાય. સારા પરિણામો માટે અઠવાડિયામાં એક વાર આવું કરો.

– ઇંડાની સફેદી લો તથા તેને ત્યાં સુધી ફેંટો કે જ્યાં સુધી તે ફીણદાર ન થઈ જાય. એક બ્રશની મદદથી તેને નાક પર લગાવો. તેની ઉપર એક ટિશ્યુ પેપર લગાવો તથા આ ટિશ્યુ પેપર ઉપર ફરીથી ઇંડાની સફેદી લગાવો કે જેથી તે સખત થઈ જાય. આપનાં દ્વારા પોતે તૈયાર કરાયેલી સ્ટ્રિપ તૈયાર છે. બ્લૅક હૅડ્સ કાઢવા માટે તેને ખેંચીને નિકાળી દો.

– ૧ લસણની કળી પીસેલી લો, ૧ નાની ચમચી ઓટમીલ પાવડર, ૩ ટીપા ટી ટ્રી ઑયલ તથા ૧ ચમચી મધ લઈ મેળવો. આ પેસ્ટનું પાતળું કોટ પોતાનાં નાક પર લગાવો અને ૫ મિનિટ સુધી રહેવાદો. પછી તેને સ્ક્રબ કરતા સાફ કરી લો અને ચહેરો ધોઈ લો.

Share.

Leave A Reply