આ લવ લેટર વેહચાયો અધધધ રૂપિયામાં, જાણો કિંમત

Google+ Pinterest LinkedIn Tumblr +

નેપોલિયન દ્વારા આ પત્ર પોતાની પત્ની જોસિફિન માટે લખવામાં આવ્યા હતા. નેપોલિયન દ્વારા આ પત્ર વર્ષ 1796થી 1804 વચ્ચે લખવામાં આવ્યા છે. ફ્રાંસના ડ્રોઉટમાં આ પત્રની હરાજી ગુરૂવારે કરવામાં આવી. જેમાં આ લેટર ની કિંમત 4 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.

માહિતી મુજબ નેપોલિયને આ પત્ર વર્ષ 1796માં ઈટલી અભિયાન દરમ્યાન લખ્યા હતા. તેમણે પત્રમાં લખ્યું હતું કે, ‘મારી પ્યારી મિત્ર, તમારા તરફથી મને કોઈ પત્ર નથી મળ્યો. જરૂર કઈંક ખાસ ચાલી રહ્યું છે, જેથી તમે તમારા પતિને ભૂલી ગયા છો. જોકે, કામ અને થકાન વચ્ચે માત્રને માત્ર તમારી યાદ આવે છે.’

વિશ્વના ઈતિહાસમાં નેપોલિયનની મહાન સેનાપતિઓમાં ગણતરી થતી હતી. નેપોલિયને ફ્રાંસમાં એક નવી વિધિ સંહિતા લાગૂ કરી, જેને નેપોલિયનની સંહિતા કહેવામાં આવે છે.

Share.

Leave A Reply