સ્વાઇન ફલૂ સામે રક્ષણ મેળવવા ઉપયોગ કરો આ ઘરગથ્થુ વસ્તુનો

Google+ Pinterest LinkedIn Tumblr +

સ્વાઇન ઇન્ફ્લૂએન્ઝા વાયરસ (SIV) અથવા સ્વાઇન-ઓરિજિન ઇન્ફ્લૂએન્ઝા વાયરસ (S-OIV) એ ભૂંડોમાંથી ઉદ્ભવતા વાયરસના કુળના છે.

સ્વાઇન ફ્લૂ એક ગંભીર બીમારી છે. જેનાથી તમારું બચવું ખૂબ મુશ્કેલ હોય છે. પરંતુ આજે અમે તમારા માટે કેટલાક એવા ઉપાય લઇને આવ્યા છીએ જેની મદદથી તમે સ્વાઇન ફ્લૂથી બચી શકો છો.

* લીમડો

લીમડાના પાનને ખાવાથી શરીરનું લોહી શુદ્ધ થાય છે. તમે દરેક લોકો આ વાત જાણો છો. જો તમે સ્વાઇન ફ્લૂથી બચવા માંગો છો તો રોજ લીમડાની 4-5 પાન ચાવીને ખાઓ.

* લીંબુ પાણી

લીંબુના અઢળક ફાયદા છે જે આપણે દરેક લોકો જાણીએ છીએ. લીંબુનો રસ આપણા શરરીને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. તેમા રહેલા વિટામીન સી સ્વાઇન ફ્લૂથી બચવા માટે ખૂબ મહત્વના છે. રોજ સવારે એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવાથી સ્વાઇન ફ્લૂથી બચી શકાય છે.

* હળદર

અત્યાર સુધી તમે હળદરના ઘણા ફાયદા અંગે જાણતા હશો. પરંતુ હળદર તમને સ્વાઇન ફ્લૂથી લડવાની ક્ષમતા આપે છે. તેમા કરક્યૂમિન તત્વ રહેલા છે. સ્વાઇન ફ્લૂથી બચવામાં અસરકારક હોય છે.

* આંબળા

આંબળા તે ત્વચા અને સુંદર વાળ માટે ફાયદાકારક હોય છે. જ્યારે તે સ્વાઇન ફ્લૂ જેવી ખતરનાક બીમારીથી પણ બચાવે છે. તેમા રહેલા વિટામીન સી શરરીને ઘણી બીમારીઓથી બચાવવામાં સક્ષમ હોય છે.

* તુલસી

તુલસીની ચાના ફાયદા તો તમે જાણતા જ હશો તેના પાન ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને સ્વાઇન ફ્લૂના ઇન્ફેક્શનથી બચાવે છે. રોજ સવારે 8-10 તુલસીના પાન ચાવવાથી ખૂબ ફાયદો થાય છે.

Share.

Leave A Reply