‘દયાબેન’ના પાત્રની પસંદગી દર્શકો દ્રારા કરાશે ઓનલાઇન વોટીંગ

Google+ Pinterest LinkedIn Tumblr +

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની વાપસીને લઈને સસ્પેન્સ યથાવત્ છે. આ રોલ ભજવતી એકટ્રેસ દિશા વાકાણી દીકરીને જન્મ આપ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી શોમાંથી ગાયબ છે. ત્યારે હવે તે પરત ફરશે તેવી કોઈ પણ શકયતાને ન જોતા શોના પ્રોડ્યૂસર ઓનલાઈન વોટિંગ દ્વારા દર્શકોનો મત જાણશે કે તેઓ દયાબેન તરીકે કોને જોવા માગે છે.

અસિત મોદીએ કહ્યું કે, અમે જે પણ નિર્ણય લઈશું તેને દર્શકો પસંદ કરશે. જો કે આ માટે થોડો ટાઈમ છે. હજુ થોડા એપિસોડ દયાબેન વગર બતાવવા પડશે. જો કે હું એટલું ચોક્કસ કહીશ કે દયા ભાભી શોમાં જરૂર પરત ફરશે.

દિશા વાકાણીની વાપસી પર અસિત મોદીએ કહ્યું કે, ‘હું તેમને પણ રિકવેસ્ટ કરૃં છું કે તે શોમાં પરત ફરે. અમારા દર્શકો પણ એમ જ ઈચ્છે છે. આ શો અમારો નહીં દર્શકોનો છે. અમારે આશા રાખવી જોઈએ, પરંતુ જો તે પરત ફરવા નથી માગતી તો શો મોટો છે. શો કોઈના માટે રોકાતો નથી.’

Share.

Leave A Reply