સજાતીય આકર્ષણના ત્રાસથી કંટાળી BJPના અધ્યક્ષાનો આપઘાતનો પ્રયાસ

Google+ Pinterest LinkedIn Tumblr +

UPના મિર્ઝાપુરની મહિલા ઉપાધ્યક્ષ સાથે અડાલજના રાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં થયેલી મુલાકાત ચાંદખેડા ભાજપની મહિલા હોદ્દેદારને આત્મહત્યાના પ્રયાસ કરવા સુધી પ્રેરી છે. માહિતી મુજબ શનિવારે રાત્રે ચાંદખેડામાં મહિલાએ પોતાના ઘરે મચ્છર મારવાનું ઓલઆઉટ લીકવીડ પી સ્યુસાઈડનો પ્રયાસ કર્યો હતો. તત્કાલ સારવાર મળતાં તેનો બચાવ થયો છે. ચાંદખેડા પોલીસે આ અંગે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ચાંદખેડા વિસ્તારમાં રહેતી ભાજપની મહિલા હોદ્દેદાર રમ્યા (નામ બદલ્યું છે.)અને અન્ય હોદ્દેદારોને અડાલજમાં 22-12-2018ના રોજ ત્રિમંદિરમાં યોજાયેલા રાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં બહારના રાજયમાંથી આવતી મહિલાઓના રહેવા-જમવાની અને તેઓને લાવવા-લઈ જવાની જવાબદારી સોંપાઈ હતી. જેના પગલે રમ્યાનો સંપર્ક ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર જિલ્લાની ઉપાધ્યક્ષ પ્રિયંકા(નામ બદલ્યું છે)સાથે થઈ હતી. પ્રિયંકાએ રમ્યાને અન્ય મહિલાઓની હાજરીમાં હું તને પ્રેમ કરું છું,તું મને બહુ જ ગમે છે.તેવી વાતો કરી હતી. અધિવેશન બાદ પણ પ્રિયંકા સતત રમ્યાને ફોન કરી તેના સંપર્કમાં હતી. પ્રિયંકાને એક દિવસ હું ઘરેથી નીકળીને આત્મહત્યા કરું છું તેમ રમ્યાને જણાવ્યું હતું. રમ્યાએ સમજાવતાં તે માની ગઈ હતી. બાદમાં ગત 9મી જાન્યુઆરીએ પ્રિયંકા ફરી અમદાવાદ આવી ત્યારે બે દિવસ રમ્યાએ તેણે પોતાના ઘરે રાખી હતી. પ્રિયંકાને અન્ય મહિલા હોદ્દેદારો અને રમ્યા ફરવા માટે લઈ ગયા હતા. તે સમયે તે ગુજરાતીઓ વીશે એલફેલ બોલતી હોવાથી બોલાચાલી થઈ હતી. તે સમયે પ્રિયંકાએ હું સ્યુસાઈડ કરીશ તેવી ચિમકી આપી હતી.

તે પછી ઉત્તરપ્રદેશ પરત ગયેલી પ્રિયંકા સતત રમ્યાને ફોન કરી વાત કરવા દબાણ કરતી હતી. વાત ન કરે તો મેસેજ કરવા દબાણ કરતી હતી. આ મુદ્દે રમ્યાએ 26-2-2019ના રોજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તે પછી પોતાનો ઓરીજીનલ નંબર બંધ કર્યો તો પ્રિયંકાએ બીજા નંબર મેળવી રમ્યાને હેરાન કરવાનું શરૃ કર્યું હતું. રમ્યાના પતિ,જેઠ અને અન્ય સગાસંબંધીઓને ફોન કરી અપશબ્દો બોલવા અને ધમકીઓ આપવાનું પ્રિયંકાએ શરૃ કર્યું હતું.તેનો ઉદ્દેશ એવો હતો કે,સગાને હેરાન કરીશ તો રમ્યા મારી સાથે વાત કરશે. રમ્યા ઉત્તરપ્રદેશના તેના વતન લગ્નમાં ગઈ તે સમયે પ્રિયંકાએ ફોન કરી ધમકીઓ આપી વાત કરવા દબાણ કર્યું હતું. લગ્નમાં હોબાળો મચાવવાની ધમકીઓ આપી હતી. આમ, પ્રિયંકાના ત્રાસથી રમ્યાએ આ પગલું ભર્યું હતું.

Share.

Leave A Reply