‘સવર્ણ’ શબ્દનો પ્રયોગ સરકારી કામમાં વર્જિત, આયોગે માંગ્યો ખુલાસો

Google+ Pinterest LinkedIn Tumblr +

ગુજરાતમાં બિન-અનામત વર્ગ માટે વપરાતા શબ્દ – સવર્ણના સરકારી કાર્યવાહીમાં ઉપયોગ અંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે ગુજરાત બિન અનામત આયોગ અને અન્ય વર્ગોના પંચ પાસે અભિપ્રાય માંગ્યો છે.

સવર્ણ શબ્દ અને સવર્ણ જાતિઓની યાદી મેળવવા દલિત કર્મશીલ કિરીટ રાઠોડે જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય ન્યાય અને અધિકારીતા વિભાગમાં અરજી કરી હતી. જેના જવાબમાં વિભાગે કહ્યું હતું કે, આવું કોઇ રેકોર્ડ ઉપલબ્ધ નથી.

જેથી આ અંગે રાઠોડે રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ સમક્ષ ફરિયાદ કરી હતી. તેની સાથે રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને સવર્ણ શબ્દ જાહેરમાં બોલવા કે લખવા પર પ્રતિબંધ મૂકીને સંવિધાનના સમાનતાના અધિકારોને આપવા વિનંતી કરી હતી.

Share.

Leave A Reply