શિક્ષણનું સ્તર સુધારવા સરકારે લીધો આ નિર્ણય

Google+ Pinterest LinkedIn Tumblr +

ગુજરાત સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા સરકારી અને સરકારની ગ્રાંટ મેળવતી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહિતના કર્મચારીઓની હાજરી ઓનલાઈન કર્યા બાદ હવે સ્વનિર્ભર ખાનગી શાળાઓ માટે પણ આ જ પગલુ અપનાવ્યુ છે.

ધો. ૧ થી ૧૨ સુધીની તમામ સ્વનિર્ભર શાળાઓને ઓનલાઈન હાજરીની વ્યવસ્થામાં આવરી લેવાનુ આયોજન છે. જેની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઈ ચુકી છે. શાળા સંચાલક સંગઠનની પણ આ બાબતે સહમતી લેવાઈ ગઇ હોવાનુ જણાઇ આવ્યું છે.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ૧૫૦૦૦ જેટલી સ્વનિર્ભર શાળાઓમાં ૬૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. સ્વનિર્ભર શાળાઓને સરકાર માન્યતા આપે છે. રાજ્યના શિક્ષણ બોર્ડ સાથે જોડાણ કરવાથી શિક્ષણની ગુણવત્તા ચકાસવાનો સરકારને અધિકાર છે. છેલ્લા ૫ વર્ષમાં ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓને સરકારે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપ્યો છે. સરકાર દ્વારા શિક્ષણ સુધારણા માટે નજીકના ભવિષ્યમાં વધુ કેટલાક મોટા પગલા આવવાના એંધાણ છે.

 

Share.

Leave A Reply