હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

ગર્દીવાળી એક બસમાં વિકલાંગોની સીટ પર એક થેલો મુક્યો હતો અને તેનો માલિક પાસે જ ઉભો હતો. ત્યારે તેની પાસેનો વ્યક્તિ ગુસ્સામાં બરાડ્યો
ભાઈ સાહેબ બસમાં આટલી ભીડ છે અને તમે સીટ પર કોથળો મુક્યો છે.. હટાવો તેને..
કોથળાનો માલિક બોલ્યો – ભાઈ સાહેબ આ વિકલાંગોની સીટ છે અને કોથળામાં લંગડો કેરી છે…
હેપી મેંગો સીઝન

***********************************

માર્ચ એન્ડના કામથી થાકેલા સાહેબે વિચાર્યું કે હવે ઓફીસમાં રીલેક્સ થઈ ને બેસું. 😀😃😄

પટાવાળાને કહ્યું : મારે આજે ખૂબજ કામ છે. તો મારી કેબિનમાં કોઈનેય આવવા નાદેતો. કોઈ એમ કહે કે ખૂબજ અર્જંટ કામ છે તો એને કહેવાનું કે
” અહીંયાં આવવાવાળા બધા
એમ જ કહે છે ”

પટાવાળાએ આ વાક્ય ખાસ ધ્યાનમાં રાખ્યું. 😳😳😳

થોડીવાર પછી સાહેબની પત્ની જ ત્યાં આવી, અને સીધીજ કેબિનમાં જવા લાગી.

ત્યાં જ પટાવાળાએ તેને રોકી.
“અંદર જવાની મનાઈ છે, સાહેબ ખૂબ જ કામમાં છે.”🤫🤫🤫

ત્યાંજ મેડમ બોલ્યાં : અરે ચલ બાજુમાં. હું સાહેબની પત્ની છું.

પટાવાળો કહે : “અહીંયાં આવવાવાળી બધી આમ જ કહે છે “😜😜😜

પછી તો સાહેબ ઘરે પહોચ્યા કે એપ્રિલ એન્ડ સુધી તેમની ધોલાઇ ચાલી. 😢😢😢😢😢

*************************************************

બાપુ તેમની પત્ની સાથે સીટીંગરૂમ
માં બેઠા હતા.

તેમણે કિચન માં કામ કરતા એમના
નોકરને બુમ પાડી.

“રઘુ ઘુ ઘુ ઘુ……………………

રઘુ, કિચન માં થી જ: બોલો માલિક,

બાપુ: આ મારી દારૂની બોટલમાં થી
દારૂ પી ને પાણી કોણ ભરે છે,

કિચન માં થી કોઈ જવાબ ના આવ્યો,

બાપુએ બે ત્રણ વખત પૂછ્યુ……..
રઘુ દારૂની બોટલ માં પાણી કોણ ભરે
છે.

કોઈ જવાબ ના આવ્યો એટલે બાપુ
કિચન માં ગયા,

બાપુ: અલ્યા રઘલા, મેં પહેલી બુમ
પાડી તે સાંભળી ને તું બોલ્યો
“બોલો માલિક”,
પહેલા સવાલ નો જવાબ
આપ્યો પણ બીજા કોઈ
સવાલ નો જવાબ કેમ નો
આલ્યો.

રઘલો: સાહેબ, પહેલી બુમ સભળાઈ
પણ પછી કશુ સંભળાયુ નથી,

બાપુ :એવુ નો બને,

રઘલો કહે સાહેબ તમે કિચન માં
રહો હું સીટીંગ રૂમ માં થી તમને પુછુ,

રઘલો સીટીંગ રૂમ માં માલકિન જોડે
ગયો ત્યાંથી બુમ પાડી,

“માલિક………………..”,

બાપુ: બોલ રઘલા,

રઘલો: માલિક, આપણા ઘરની
કામવાળીને મોબાઈલ કોણે
અપાવ્યો?

અંદરથી કોઈ જવાબ નો આવ્યો

રઘલો :માલિક, આપણી કામવાળીને
લોંગ ડ્રાઈવ પર કોણ લઈ
જાય છે?

કોઈ જવાબ ના આવ્યો,

બાપુ બહાર આવીને રઘલા ને કહે

” રાઘલા, તુ સાચુ કતો હતો,
પેલિ હાક સંભળાય છે, પછી બીજુ
કશુ સંભળાતુ નથી”!!!!!!

Share.

Leave A Reply