હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

પોતે ખોટી હોય અને સરન્ડર થાય એ વ્યક્તિને પ્રામાણિક કહેવાય, જેને પોતાની વાત બાબતે ખાતરી ન હોય અને સરન્ડર થાય એને ડાહી કહેવાય પણ જે વ્યક્તિ સાચી હોય છતાં સરન્ડર થઇ જાય એને પતિ કહેવાય.

***********************************

ફિલ્મી જિંદગી અને વાસ્તવિક જિંદગીમાં કોઈ ફરક ખરો ?
ખરોને… ફિલ્મમાં ઢગલાબંધ મુશ્કેલી પછી લગ્ન થાય છે જયારે વાસ્તવિક જિંદગીમાં લગ્ન પછી ઢગલાબંધ મુશ્કેલી તમારી રાહ જોતી હોય છે.

************************************

આજના જમાનામાં પપ્પા એના સ્માર્ટ દીકરાને સમજાવી રહ્યા હતા કે જો બેટા, ભગવાન-ગોડ… સ્ત્રી નથી, પુરુષ નથી. શ્વેત કે અશ્વેત નથી, એ લીલાધારી છે. પોતાનું રૂપ બદલતા રહે છે…
બાપને અટકાવીને છોકરો કહે : સમજી ગયો, ભગવાનનું પણ માઈકલ જેક્સન જેવું જ લાગે છે…!!

Share.

Leave A Reply