હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

મા : બોલ બેટે, તુઝે કેસી બહુ ચાહિયે ?
બેટા : મા, મુઝે ચાંદ જૈસી બહૂ ચાહિયે. જો રાત કો આયે ઔર સુબહ ચલી જાયે.

*******************************

મગને એના મોટાભાઈને કહ્યું : આપણે હવે થોડા સમયમાં પૈસાદાર થઇ જઈશું.
મોટોભાઈ : કેવી રીતે ?
મગન : આવતીકાલે અમારા ગણિતના શિક્ષક પૈસાને રૂપિયામાં કઈ રીતે ફેરવાય તે શિખવાડવાના છે.

********************************

એક કીડી ને હાથી પરણ્યા. હાથીના મૃત્યુ સમયે કીડી રડતી બંધ જ ન થાય. બધા છાની રાખે પણ એ રડ્યે જ ગઈ. જરાક છાની રહીને કહે : હું એના મરવાને કારણે નથી રડતી પણ મારી આખી જિંદગી હવે એની કબર ખોદવામાં જશે એ વિચારીને રડું છું

*******************************

બિઝનેસ સ્કૂલના પ્રોફેસરે પૂછયું : નવો ધંધો શરુ કરવા માટે પૈસા ઊભા કરવાનો સૌથી મહત્વનો સ્રોત કયો ?
એક વિધાર્થીએ ફટાક દઈને જવાબ આપ્યો : ફાધર ઇન લો (સસરા)

Share.

Leave A Reply