જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહીં પણ સ્વાદ જરૂર આવે.

👉ખુબ સહેલું છે કોઈકને ગમી જવું, અઘરું તો છે સતત ગમતા રહેવું.

👉તારી ને મારી વચ્ચે એક અરીસો મૂક, જો દેખાય આરપાર તો થોડી પ્રેમથી મારી બાજુ ઝુક.

👉મારી આંખોમાં બીજી કોઈ ખામી નથી, બસ તારા સિવાયનું બીજું બધું ઝાંખું દેખાય છે.

👉સાચો પ્રેમ અને મીઠું સંતરું, નસીબ વાળાને જ મળે છે.

👉કોણે કહ્યું કે તમે અને અમે નોખા છીએ, અરે તમે કંકુ અને અમે ચોખા છીએ.

👉હું કહું ને તમે આપો તો માગણી જેવું લાગે, માંગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે.

👉તમે સાથે છો તો સફર એટલી ગમી ગઈ છે, કે મને બીક રહ્યા કરે છે ક્યાંક મંઝીલ આવી ન જાય.

👉હું ક્યાં કહું છું કે તું આંગણ સુધી આવ, પણ આંખ મીંચું તો પાંપણ સુધી તો આવ.

👉પ્રેમ એટલે તારા વિશે લખતા, મારું ક્યાંક ખોવાઈ જવું.

Share.

Leave A Reply