જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉સાચું તો દરેકને સમજાતું હોય છે, પણ અફસોસ કે સાચા સમયે નથી સમજાતું

👉આ જ જિંદગીની રમત છે સાહેબ, પવન કરતા વધારે માણસો ફરે છે

👉આપણા કારણે કોઈના એકાંતમાં ખરતા આંસુ, એ આપણા જીવનની સૌથી મોટી નિષ્ફળતા છે

👉માટલું પણ જોવે છે આજકાલ, કેટલા સહેલાઈથી ફૂટી જાય છે માણસો

👉કોઈ મારું ખરાબ કરે એ એનું કર્મ, હું કોઈનું ખરાબ ના કરું એ મારો ધર્મ

👉જીવનમાં અમુક જ મિત્ર એવા મળે છે, જે આપણી માટે ચપ્પલની જેમ ઘસાઈ જાય છે

👉લગાવીને ગોળ કોણીએ દોડાવે છે જિંદગી, હજી જીભ અડે ત્યાં ડાયાબીટીસ બતાવે છે જિંદગી

👉આપણી આંખો હંમેશા એ લોકો જ ખોલી જાય છે, જેના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ

Share.

Leave A Reply