જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉જીવનમાં હંમેશા સફળ થાવું હોય તો, રૂપિયાને હંમેશા ખિસ્સામાં રાખવા દિમાગમાં નહીં

👉જીવનની રેસમાં જે લોકો તમને દોડીને હરાવી ન શકે, એ લોકો તમને તોડીને હરાવવાનો પ્રયાશ કરશે

👉એકાંતમાં પોતાના વિચારો પર અને જાહેરમાં પોતાના શબ્દો પર, કાબુ રાખનાર વ્યક્તિ દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે

👉નામી હોય કે હોય અનામી, બન્નેની છેલ્લી મંજિલ તો નનામી જ છે

👉પશુઓ મૂંગા હોવાથી દુઃખ ભોગવે છે, જયારે મનુષ્ય વધારે બોલવાથી દુઃખ ભોગવે છે

👉તીવ્ર યાદશક્તિ એ સારા મગજની નિશાની છે, પરંતુ બિનજરૂરી વસ્તુને ભૂલાવવી એ શ્રેષ્ઠ મગજની નિશાની છે

👉સમયને થોડો સમય આપો, સમય આવશે ત્યારે સમય બદલી જ જશે

👉જરૂરિયાત માટે ધંધો કરો એ બરાબર સાહેબ, પણ જરૂરીયાતને ધંધો ન બનાવો

👉ગુંચવાય છે જિંદગી, ત્યારે જ, સમજાય છે જિંદગી

👉કોઈ વ્યક્તિને સમજવાની સૌથી સરળ રીત છે, એની પરિસ્થિતિને સમજવી

👉મારા વિરોધની વાત હું ખુબ શાંતિથી સાંભળું છું, જવાબ દેવાની જવાબદારી મેં સમયને આપી છે

Share.

Leave A Reply