જીવનમાં ઉતારો આ પ્રેરણાત્મક સુવિચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

👉તારી ને મારી વચ્ચે એક અરીસો મૂક, જો દેખાય આરપાર તો થોડી પ્રેમથી મારી બાજુ ઝુક.

👉ખુબ સહેલું છે કોઈકને ગમી જવું, અઘરું તો છે સતત ગમતા રહેવું.

👉એ પુછે છે કે આટલું બધુ કેમ ચાહે છે મને, મેં કહ્યું પ્રેમના સેતુમાં ક્યારેય હેતુ નથી હોતા.

👉કેમ વારંવાર પૂછે છે કે તને થયું શું છે, હવે ન પૂછીશ નહીં તો બોલાય જશે કે તારાથી પ્રેમ થયો છે.!!

👉કોઈને પ્રેમ કરો તો એવી ભાવનાથી કરજો, કે જીવનમાં તે વ્યક્તિને જ્યારે પણ પ્રેમ મળે ત્યારે બસ તમારો પ્રેમ યાદ આવે.

👉શરમાય છે ને મને જોઇને ગભરાય પણ છે, પણ એ મને જ્યારે જોવે છે ત્યારે મારું મન પણ મલકાય છે.

👉પ્રેમથી આપું છું હૈયું, ગમે તો રાખ નહીતર રમીને પાછું આપ.

👉જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહીં પણ સ્વાદ જરૂર આવે.

👉દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.

Share.

Leave A Reply